2019માં મેવેમંબર ફાઉંડેશન રિસર્ચ ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુએસએ અને યુ.એસના લગભગ 4000થી વધુ લોકો આ રિસર્ચમાં સામેલ હતા જેમાં પિતા બનવાના સોશ્યલ કનેક્શન વિશે વાત કરવામાં આવી હતી .જેમાં પિતા બન્યા પછી પિતાની લાઈફ પર શું શું અસર પડે છે તે વિશય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ રિસર્ચ મુજબ જાણવા મળ્યું કે દર પાંચ પુરુષે દર એક પુરુષ લગ્નનાં એક વર્ષની અંદર પોતાના ખાસ કહેવાતા મિત્રોથી દુર થઈ જાય છે અને જેનું કારણ એ છે કે લગ્ન જીવન પછી પિતા બનતા તેનો વધુ પડતો સમય પોતાના સંતાન સાથે પસાર થાય છે.પિતા બનવાનો અનુભવ આમ તો દુનિયાનો સૌથી સુખદાયક અનુભવ હોય છે પણ તેની સાથે સાથે પિતા બન્યા પછિ એક પિતાએ ધણા કોમ્પ્રોમાઈઝ કરવા પડતા હોય છે પિતા બન્યા બાદ પોતાના પરિવાર પોતાના સંતાનને તેની વધારે જરૂરીયાત હોવાથી તે તેના મિત્રો, સહકર્મચારીઓ અને અનેક સંબધીઓથી પહેલાના પ્રમાણથી વધુ દુર થઈ જાય છે .
એક સર્વે કરતા જાણવા મળ્યું છે કે દરએક 5 પુરુષમાંથી 1 પુરુષ લગ્ન પછી તેના મિત્રોથી દુર થઈ જાય છે જેનું કરાણ એ છે કે તેના પાસે પિતા બન્યા બાદ મિત્રો માટે સમય હોતો નથી અથવા તો નહિવત સમય હોય છે. અને પરિણામે ધણા કિસ્સમાં એવું પણ બને છે કે મિત્રો સાથે વધુ સમય ન વિતાવી શકવાના કારણે એક સમયે પુરુષ તણાવમાં આવી જતો હોય છે.આમ કહી શકાય કે પિતા બનવાનો લ્હાવો તો ધણો સારો હોય છે પણ સાથે સાથે પિતા બન્યા બાદ તેણે પોતે ધણા બલીદાન આપવા પડતા હોય છે.અટલે જ તો કહેવાય છે કે બાળકના ઉછેરમાં માતા ની સાથા સાથે પિતાનો પણ મહત્વનો ફાળો રહેલા હોય છે.