- ઓમિક્રોનથી બીજી વખ સંક્રમિત થવાની સંભાવના ત્રણ ગણી
- દક્ષિણ આફ્રીકામાં થયું સંશોઘન
- ડેલ્ટા કરતા વધુ સંક્રમિત કરે છે ઓમિક્રોન
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાના નવા આવેલા વેરિએન્ટે ચિંતા વધારી છે,કોરોનાના નવો પ્રકાર ઓમિક્રોન વિશઅવના 38 દેશોમાં અત્યાર સુધી ફેલાઈ ચૂક્યો છે, ત્યારે ઘણા દેશઓમાં ઓમિક્રોનને લઈને ગભરાટમાં છે. વૈજ્ઞાનિકો પણ નવા વેરિઅન્ટને લઈને આશ્ચર્યમાં છે. ત્યારે હવે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને અવનવા અભ્યાસ બહાર આવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય સંસ્થાઓના જૂથ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જૂથે નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ફરીથી સંક્રમણ લાગવાનું જોખમ ડેલ્ટા અથવા બીટા વેરિઅન્ટ કરતાં ત્રણ ગણું વધારે જોઈ શકાય છે. એટલે કે, જે લોકો કોરોનાથી સંક્રમિત છે તેઓને સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે હોઈ શકે છે.
સાઉથ આફ્રિકન સેન્ટર ફોર એપિડેમિયોલોજિકલ મોડેલિંગ એન્ડ એનાલિસિ અને નેશનલ સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ એ આપેલી માહિતી અનુસાર, આ શોધ ઓમિક્રોનની “પૂર્વે સંક્રમણથી રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા” નો પુરાવો આપે છે. આ પરિણામ દક્ષિણ આફ્રિકાની આરોગ્ય પ્રણાલી દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. તે સંક્રમણ દૂર કરવાની ઓમિક્રોનની ક્ષમતાના પ્રથમ મહામારીના પુરાવા પૂરા પાડે છે.
ઓમિક્રોનને લઈને આ નવા અભ્યાસમાં માર્ચ 2020 થી નવેમ્બર 27 સુધીના નિયમિત મોનિટરિંગ ડેટા ઉપયોગ કરવામાં આવ્યો હતો. 27 નવેમ્બર સુધીમાં પોઝિટિવ પરીક્ષણ કરનારા 28 લાખ લોકોમાંથી, 35 હજાર 670 શંકાસ્પદ પુનઃ સંક્રમિત હતા. જો કોઈ વ્યક્તિ 90 દિવસની અંદર કોરોનાથી સંક્રમિત થાય છે, તો તેને ફરીથી સંક્રમિત માનવામાં આવે છે.