વાસ્તુ પ્રમાણે આ દિવસ પર ન કરો આ કામ,કરશો તો નહીં મળે સફળતા
દરેક લોકો વિચારતા હોય છે કે ક્યારેક તેમને 100 ટકા મહેનત કરવા પછી પણ સફળતા નથી મળતી, આ સફળતા જીવનની હોય, લગ્નની હોય, નોકરીની હોય કે વેપારની હોય. આની પાછળ એવુ કારણ હોય છે કે વાસ્તુ પ્રમાણે કેટલાક કામ કેટલાક દિવસો પર ન કરવા જોઈએ. જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો સૌથી પહેલા જાણીશુ કે સોમવારે કયું કામ કરવુ જોઈએ અને કયું કામ ન કરવું જોઈએ. સોમવારના દિવસે જો તમે શણગારનો સામાન ખરીદવાનું વિચારતા હોય તો તે સારી વાત છે પણ આ ઉપરાંત જો કોઈ અન્ય વસ્તુ ખરીદવી હોય તો ખરીદતા પહેલા બે વાર વિચારવું જોઈએ.
જો વાત કરવામાં આવે મંગળવારની તો, એવુ કહેવાય કે કોઈ પણ વસ્તુની મંગળ શરૂઆત થવી જોઈએ એટલે કે શરૂઆત સારી થવી જોઈએ. તો આ દિવસે જો તમે વેપાર, નોકરી કે કોઈ પણ સારા કામની શરૂઆત કરવાનું વિચારતા હોવ તો આ દિવસ સારો છે. હવે વાત કરીશુ બુધવારની તો, આ દિવસ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગત જીવનની શુભ શરૂઆત કરવાનું વિચારતા હોય જેમ કે લગ્નની વાત હોય તો આ દિવસે આ કામ કરવું જોઈએ. કારણ કે આ બધી વાતો માટે બુધવારને સરસ દિવસ માનવામાં આવે છે.
જીવનમાં અભ્યાસ પણ એટલો જ જરૂરી છે તો ગુરુવારનો દિવસ એ સૌથી શુભ માનવામાં આવે છે. જો ભણવાને લગતી કોઈ પણ વાત હોય કે તેને લગતા નિર્ણય લેવાના હોય તો ગુરુવારના દિવસે લેવા જોઈએ. આ પાછળની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારમાં ગુરુ શબ્દનો ઉચ્ચાર આવી રહ્યો છે તો ગુરુવાર તમને વધારે સફળતા અપાવી શકે છે.
જો હવે વાત કરવામાં આવે શુક્રવાર અને શનિવારની તો, મનોરંજનને લગતા કાર્ય વાસ્તુપ્રમાણે શુક્રવારે કરવા જોઈએ, આ દિવસે મોટાભાગના લોકોના મન પ્રફુલ્લીત રહે છે અને કાર્યક્રમમાં પણ અડચણો આવવાની શક્યતાઓ ઓછી રહે છે અને શનિવારનો દિવસ એટલે કે હનુમાનજીનો વાર, તો આ દિવસે જો ઘરપૂજન કે કોઈ પણ શુભ કાર્યનું તમે આયોજન કરી શકો છો.