- દેશભરમાં કોરોનાનો કહેર
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ઘીમી ગતિએ પરંતુ એ વાત સત્ય છે કે કોરોનાના દૈનિક કેસોના આકડો 150 દિવસ બાદ વધ્યો છએ,હવે ફરીથી નવા કેસ 1500ને પાર નોંધાઈ રહ્યા છએ ત્યારે ફરી એક વખચ વિતેલા દિવસ દરમિયાન કોરોનાના 1500થી વધુ કેસ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દજો દેશભરમાં છએલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશમાં એક જ દિવસમાં 1 હજાર 573 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટામાંથી મળેલી માહિતી પ્રમાણે હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 10 હજાર 981 થઈ ગઈ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા છે.દેશમાં છેલ્લા 7 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં સતત કોરોનાના 1500 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.
આ પહેલા સોમવારે દેશમાં કોરોનાના 1805 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આ દરમિયાન 6 લોકોના મોત થયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના 232 ઓછા નવા કેસ નોંધાયા છે. જો કોરોનાથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં 888 લોકો કોરોના વાયરસને માત આપી સ્વસ્થ્ય થયા છે.
આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 10,981 થઈ ગઈ છે. આ રીતે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 681 નો વધારો નોંધવામાં આવ્યો છે.જો દેશમાં કોરોનાના સકારાત્મદતા દરની વાત કરીએ તો દૈનિક પોઝિટિવ દર 1.30 ટકા જોવા મળે છે અને સાપ્તાહિક સકારાત્મક દર 1.47 ટકા છે.
કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.79 ટકા થઈ ગયો છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે. તે જ સમયે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.02 ટકાનો સમાવેશ થાય છે.