દિલ્હીઃ ઈડીએ રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં ચેન્નાઈમાં દરોડો પાડીને તપાસ કરીને બંગલો અને 16 મોંઘી મોટરકાર જપ્ત કરી હતી. આ તમામ સંપતિ તિહાડ જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે ખંડણીના મારફતે એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં તેની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. લીના દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કરતી હોવાનું જાણવા મળે છે.
ઈડી મની લોન્ડ્રીંગ કેસમાં કોઈ આરોપીની તપાસ કરી રહી હતી. દરમિયાન કેટલાક ફોન કોલ્સ એજન્સીને મળ્યાં હતા. ફોનમાં એક વ્યક્તિ પોતાને સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને તપાસ બંધ કરવાની વાત કરી રહ્યો હતો. જેથી આને ગંભીરતાથી લઈને ઈડીએ તપાસ કરી હતી. ઈડીની તપાસમાં આ ફોન દિલ્હીની જેલમાં બંધ એક ગુનેગારે કર્યો હોવાનું સામે આવ્યો હતો. આરોપીનું નામ સુકેશ ચંદ્રશેખર હોવાનું ખુલ્યું હતું.
તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાના નિધન બાદ ચૂંટણી અધિકારીને લાંચ આપીને એઆઈએડીએમકે પાર્ટીનું નિશાન શશિકલાને આપવા મુદ્દે જેલમાં બંધ છે. ચાર આરોપીઓની ધરપકડ બાદ આ કેસ દિલ્હી પોલીસેને સોંપવામાં આવ્યો હતો. રૂ. 200 કરોડની ખંડણી કેસની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે. રૂ. 200 કરોડ રોકડ આપવામાં આવ્યાં હતા. કેટલીક રકમ દુબઈ અને હોંગકોંગથી મોકલાવવામાં આવી હતી. એટલું જ નહીં સુકેશે આ રકમને સફેદ કરવા માટે જેલમાં બેઠા-બેઠા કાવતરુ પણ ઘડ્યું હતું. તેમજ કેટલીક બેંકની પણ મદદ લીધી હોવાનું જાણવા મળે છે.
સુકેશે આ રૂ. 200 કરોડથી ચેન્નાઈમાં સમુદ્ર કિનારે એક બંગલો અને કિંમતી ચીજો વસાલી હતી. આ ઘરમાં તેની પત્ની લીના રહેતી હતી. સુકેશે વધુ એક વ્યક્તિ પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાં હોવાનું સામે આવ્યું છે.