- જે પત્નિની હત્યામાં પતિએ જેલ ભોગવી તે પત્ની જીવતી નીકળી
- પોલીસે ઘટનાની જાણ થતા પત્નિની પર કરી કાર્યવાહી
કોઈ વ્યક્તિ ગુનો કરે અને તેની સજા ભોગવે અને પછી તેને ખબર પડે કે તેણે જે સજા ભોગવી છે તે ગુનો તેણે કર્યો જ નથી,ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો એહસાસ થાય છે,આવી જ એક ઘટના સામે આવી છે .
વિગત પ્રમાણે આ ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લામાં બની છે.વાત એમ છે કે અહીં 7 વર્ષથી પત્નીની હત્યાના ગુનામાં સજા કાપી રહેલા પતિને જેલમાંથી જ્યારે મૂક્તિ મળી ત્યારે તેમણએ જોયું કે પત્નીતો જીવતી હતી,આ જોઈને જ જાણે તેના હોંશ ઊડી ગયા.
ત્યાર બાદ પત્ની જીવીત હોવાના તમામ પુરાવાઓ તેણે પોલીસને સોંપ્યા.પત્નીના તમામ દસ્તાવેજો અને રેકોર્ડ પોલીસને સોંપ્યા. એ પણ જણાવ્યું કે કેવી રીતે પોલીસકર્મીઓએ તેના જુઠ્ઠાણાને સાચુ સાબિત કરીને ઈનામ પણ મેળવ્યું. પોલીસે મહિલાની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.
આરોપીની પત્નિ આરતી રાજસ્થાનના મહેંદીપુર બાલાજીમાં આવી હતી. અહીં તે કરી કરીને રહેવા લાગી. આ દરમિયાન તેની મુલાકાત રાજસ્થાનના દૌસામાં રહેતા સોનુ સૈની સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને સપ્ટેમ્બર 2015માં લગ્ન કરી લીધા, પરંતુ લગ્નના આઠ દિવસ બાદ જ આરતી પતિ સોનુના ઘરેથી ગાયબ થઈ ગઈ. જ્યારે સોનુને તેના વિશે કંઈ ન મળ્યું તો તેણે આરતીના પરિવારજનોને જાણ કરી.
25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ પત્નીના પિતાએ આરતી તરીકે કરી હતી. આરતીના પિતાએ સોનુ સૈની અને તેના એક મિત્ર પર તેમની પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે પતિ સોનુ સૈની અને તેના એક મિત્રની ધરપકડ કરીને કેસને ગુમ થવાથી હત્યામાં ફેરવ્યો હતો.હવે 7 વર્ષ। બાદ જ્યારે પતિ સોનુને જેલમાંથી મૂક્તિ મળી ત્યારે પત્નિ આરતી જીવીત હોવાની માહિતી મળી હતી.
પોલીસે આરોપી ન હોવા છત્તા તેના પાસે દજબરદસ્તી ગુનો કબુલાવ્યો હોત.પીડિતાએ જણાવ્યું કે તેને ફસાવનાર પોલીસકર્મીઓને વિભાગ દ્વારા 15,000 રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા ખોટા કેસમાં ફસાવીને પીડિતાનું ઘર, જમીન અને બધું વેચી દેવામાં આવ્યું હતું. તેને 20 લાખ રૂપિયાની લોન મળી હતી.