Site icon Revoi.in

પેપર લીક પ્રકરણમાં આરોપીઓ સામે આકરી કલમ હેઠળ કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી હતી. સાબરકાંઠા અને ગાંધીનગરની 24થી વધારે ટીમોએ તપાસ કરીને 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ પ્રકરણમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા આરોપીઓ સામે આકરી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પરીક્ષાને મોકુફ રાખવા અંગેનો નિર્ણય ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા લેવામાં આવશે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાવ્યું હતું કે, પેપર વેચ્યુ હશે અને ખરીદ્યું હશે તેમની સામે પણ કાર્યવાહી કરાશે. આ પરીક્ષા ઉમેદવારોની નહીં પરંતુ તેમના પરિવારની પણ હતી. જેથી આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ સામે આકરી કલમ હેઠળ કામગીરી કરાઈ રહી છે અને પરીક્ષા સામે જોડાયેલા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંતિજમાં પેપર લીક પ્રકરણની તપાસ નોંધવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ હજુ ચાર આરોપીઓ પોલીસની રડારમાં છે.

સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસની લગભગ 24 જેટલી ટીમોએ તપાસ કરી હતી. 3 દિવસની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કાર્યવાહીને લઈને 18થી વધારે બેઠકો કરવામાં આવી છે. મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે. જેને આકરી તપાસ કરાશે.  પેપર કેટલા લોકો અને કેટલી જગ્યા સુધી પહોંચ્યુ છે તે તપાસ કરીશુ. એક જિલ્માંલા ત્રણ અલગ અલગ જગ્યાએ પેપર સોલ્વ કરાવાયુ છે. પરીક્ષાર્થી, પેપર લાવનારની માહિતી ટેગ કરાઈ છે. તબક્કાવાર આ માહિતી સામે આવશે. પેપર ક્યા છપાયુ એ હાલ જાહેર કરવુ યોગ્ય નથી. પરંતુ હાલ તપાસ ચાલુ છે. પેપર જ્યા છપાયા હતા ત્યાં કે પછી સ્ટ્રોંગ રૂમમાંથી લિક થયું હતું તે મામલાની તપાસ ચાલી રહી છે. પેપર કઈ જગ્યા પરથી લિક થયુ છે તે મામલે ગુજરાત પોલીસ ચાલી રહી છે.