- ક્રિપ્ટોમાં રોકાણ કરતા પહેલા ચેતી જજો
- ખોટું રોકાણ અને મોટું આર્થિક નુક્સાન
- સાયબર ક્રાઈમની ટીમએ ઠગાઈ કરનારી ગેંગ ઝડપી
સુરત: આજ કાલ ક્રિપ્ટો કરન્સીમાં લોકોને ટ્રેડ કરવું વધારે ગમતું હોય છે. લોકો શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરવા લાગ્યા છે પરંતુ આ કોઈ હાર્ડ કરન્સી નથી. ક્રિપ્ટો કરન્સીમાં આર્થિક નુક્સાનનું જોખમ પણ રહેલું છે. આવામાં સાયબર ક્રાઈમની ટીમ દ્વારા એક એવી ગેંગને ઝડપી લેવામાં આવી છે કે લોકોને પૈસા ડબલ કરી દેવાની લાલચ આપતી હતી અને પૈસા પડાવતી હતી.
વધુ જાણકારી અનુસાર આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ મુજબ જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવનાર આ ગેંગનો શિકાર પોલીસ અધિકારી પણ બન્યા છે.
વેપારીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ 1.25 લાખ રૂપિયાની કિંમતના 46 હજાર 500 ટ્રોનકોઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરીદાવ્યા હતા. જે બાદ વેપારીએ પોતાના 5 મિત્રોને આ સ્કીમમાં જોડ્યા હતા. જોકે 15 દિવસ સુધી ફરિયાદીના ખાતામાં ટ્રોનકોઈન જમા ન થતા વેપારીએ તપાસ કરતા બુલેટ્રોન નામની કંપની સુરતનાં વિજય પટેલ નામનાં યુવકની હોવાનું ધ્યાને આવ્યું હતું હતું. જે બાદ વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે.