- ઉનાળામાં ખીલ થાય છે?
- તો ખોરાકમાં આ વસ્તુને સામેલ કરો
- ફેશવોશનો કરો ઉપયોગ
ઉનાળામાં ગરમીના કારણે કેટલાક લોકોને ખીલ થવાની સમસ્યા હોય છે. કેટલાક લોકોને ચહેરાની સ્કીન ઓઈલી થઈ જતી હોય છે અને ચીકાસ બનેલી રહેતી હોય છે. આવામાં ખીલ ન થાય તે માટે શું કરવું? તે સૌથી મોટો ચીંતાનો વિષય બની જતો હો છે. ખીલ ત્યારે થાય છે જ્યારે તમારી ત્વચાના છિદ્રો તેલ, ગંદકી, બેક્ટેરિયા અથવા મૃત ત્વચાથી ભરાઈ જાય છે. આ કારણે પીડાદાયક પિમ્પલ્સ ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ મોટે ભાગે ચહેરા અને કપાળ પર થાય છે. આ ઋતુમાં સામાન્ય રીતે ખીલની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઉનાળામાં હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે કારણ કે તેમાં કેમિકલ નથી હોતું. આ ફેસ માસ્ક ત્વચાને પોષણયુક્ત અને જુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા, ચણાનો લોટ અને નારંગીના રસથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છો. તે સનબર્ન, ફોલ્લીઓ, પિગમેન્ટેશન ઘટાડે છે. તે ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે.
આ ઉપરાંત ઉનાળામાં જેલ આધારિત ફેસવોશનો ઉપયોગ કરો. આ બેક્ટેરિયા અને ગંદકી દૂર કરવામાં મદદ કરશે. આ ત્વચાના ભેજનું સ્તર જાળવી રાખવામાં મદદ કરશે. આ ત્વચાને સાફ અને પોષણ આપવાનું કામ કરશે. આ ત્વચાના વધારાના તેલના ઉત્પાદનને નિયંત્રિત કરવાનું કામ કરશે. આ ખીલ થતા અટકાવશે.
ફ્રુટ બેઇસ ટોનર ટોનરનો ઉપયોગ કરો.ચહેરો ધોયા પછી ફ્રુટ બેઇસ ટોનરનો ઉપયોગ કરો. આ ચહેરાની ત્વચામાંથી વધારાનું તેલ, ઊંડા ખુલ્લા છિદ્રોને દૂર કરવામાં અને ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારવામાં મદદ કરશે.