- પીઠ પર થાય છે ખીલ?
- આને ન લેશો હળવાશમાં
- અપનાવો ઘરેલું ઉપાય
શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે સમસ્યા આવે તો તેની પાછળનું કારણ એક જ હોય છે કે અયોગ્ય સમય પર અયોગ્ય જમવાનું, વાતાવરણ અને શરીરની સફાઈમાં બેદરકારી. દરેક લોકોને ચહેરા પર તો ખીલ થતા હોય છે અને તેનાથી આપણે સૌ કોઈ જાણકાર છે પરંતુ જ્યારે કોઈને શરીર પર એટલે કે પીઠ પર ખીલ થાય ત્યારે તેમણે શું કરવું જોઈએ તેના વિશે જાણો.
શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે તેને હળવાશમાં લેવી જોઈએ નહી. કારણ કે જ્યારે કોઈપણ બીમારી કે સમસ્યાને હળવાશથી લેવામાં આવે ત્યારે તે આગળ જતા વધારે મુશ્કેલીઓ ઉભી કરે છે અને તેના કારણે કેટલીક વાર મોટી સમસ્યામાંથી પણ પસાર થવું પડે છે.
જો વાત કરવામાં આવે શરીરના પીઠ પરના ભાગ પર થતા ખીલની તો તેને પણ લોકોએ નજરઅંદાજ કરવું જોઈએ નહીં કારણ કે આ સમસ્યા આગળ જતા સ્કીન ઈન્ફેક્શનની બીમારી પણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિને આ સમસ્યાથી પરેશાની દુર કરવી હોય તો તેણે ફુદીનો અને એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. આ બંન્ને વસ્તુને મીક્સ કરીને લગાવવાથી પીઠ પર આવતી ખંજવાળ દુર થઈ જશે અને આ બંન્ને તત્વોને બળતરા વિરોધી પણ માનવામાં આવે છે. એલોવેરા અને ફૂદીનો ખીલને દુર કરવામાં અસરકારક છે.
આ ઉપરાંત કોફીના પાઉડરને મધ અને દહીં સાફે મીક્સ કરીને લગાવવાથી પણ પીઠ પરના ખીલની સમસ્યા દુર થાય છે. ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે અને આ બાબતે કોઈ પૃષ્ટી કરવામાં આવતી નથી, જો સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.