Site icon Revoi.in

ભર ઉનાળે એસી, ફ્રિઝ, અને કુલરના વિક્રેતાઓને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ કરોડાનું નુકશાન

Social Share

મુંબઈઃ દેશમાં કોરોનાના સંક્રમણને કારણે કેટલાક રાજ્યોમાં લોક ડાઉન લાદવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં મીની લોક ડાઉન લાદવામાં આવ્યું છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. તેના લીધે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં

એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયુ છે. ગતવર્ષની પેન્ટ-અપ ડિમાન્ડના પગલે આ વર્ષે દોઢગણાથી બમણા સુધી વેચાણો થવાનો આશાવાદ હતો. પરંતુ ગરમીની સિઝન શરૂ થવાની સાથે દેશના મોટાભાગના હિસ્સામાં લોકડાઉન લાદવામાં આવ્યુ હતું. જેના પગલે વેચાણો સામાન્ય કરતાં પણ અડધા થયા છે.

દેશમાં એસી, ફ્રિઝ, અને કુલરના મોટા વિક્રેતાઓએ એસી-ફ્રિજના ભાવોમાં 10થી 15 ટકા વૃદ્ધિ નોંધાશે.એવું લાગતા  ફેબ્રુઆરી-માર્ચમાં જ મોટાપાયે સ્ટોક જમા કર્યો હતો. પણ માર્ચ-અપ્રિલમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગતા સરકારે કડક નિયંત્રણો લાદી દીધા હતા. એક મોટા ઈલેક્ટ્રોનિક્સ શોરૂમના માલિક અનુસાર, એપ્રિલ અને મેમાં ફ્રિજ અને એસીના સૌથી વધુ વેચાણો થાય છે. પરંતુ ગતવર્ષે શો રૂમ બંધ રહ્યા હતા. અને આ વર્ષે વેચાણો વધવાના આશાવાદ પર કોરોનાની બીજી લહેરે પાણી ફેરવી દીધુ છે.

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોવિડની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ પીડાદાયક છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનથી 80 ટકાથી વધુ દુકાનો બંધ છે. જેના લીધે ગરમીની સિઝન હોવા છતાં કુલિંગ કેટેગરીમાં માગ ઘટી છે.ગતવર્ષે માર્કેટ બંધ રહ્યા હતાં. પરંતુ 2019ની તુલનાએ વેચાણો 45થી 50 ટકા ઘટ્યા છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટ્યો છે. ઓનલાઈન વેચાણો પણ ઘટ્યા છે. કારણકે, અનેક સ્થળો પર કરિયાણા જેવા જરૂરી સામાન જ ઓનલાઈન વેચવાની મંજૂરી છે. એક મોટી કંપનીના અધિકારીએ જણાવ્યુ હતુ કે, વધુ વેચાણના આશાવાદથી ઉત્પાદનમાં વધાર્યો કર્યો હતો. કોપર જેવા રોમટિરિયલ્સના ભાવ વધતાં ઉત્પાદન ખર્ચ વધ્યા છે. પરંતુ માલ ન વેચાતા ઈન્ડસ્ટ્રીના કરોડો રૂપિયા અટવાયા છે.