Site icon Revoi.in

દિલ્હીમાં 10 મહિનામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 27.62 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની પ્રજા હંમેશા ઉતાવળમાં રહે છે. જેની અસર વાહન હાંકનારા ઉપર જોવા મળે છે. દિલ્હીમાં સૌથી વધારે ચલાન પૂરઝડપે વાહન હંકારનારાઓના કપાય છે. દિલ્હીમાં 10 મહિનામાં પૂરઝડપે વાહન હંકારનારા 27.62 લાખ વાહન ચાલકો સામે ચલાન કાપવામાં આવ્યું છે અથવા નોટિસ આપવામાં આવી છે. દિલ્હીમાં ઓવરસ્પીડિંગની પહેલીવાર આટલા બધા ચલાન આપવામાં આવ્યાં છે.

ટ્રાફિલ પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના ઓવર સ્પીડિંગના ચલન સીસીટીવી કેમેરાના મારફતે આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં દિલ્હીમાં વાહન પાર્કિંગ યોગ્ય રીતે નહીં થતી હોવાની ફરિયાદો ઉઠી છે. આમ ઓવરસ્પીડિંગ બાદ સૌથી વધારે ચલન આડેધડ પાર્કિંગ કરનારાઓને અપાય છે. દિલ્હીમાં ચાલુ વર્ષે 10 મહિનાના સમયગાળામાં 27.62 લાખ ચલાન આપવામાં આવ્યાં છે. 18 લોકોને સ્થળ પર જ ઓવરસ્પીંડિંગ મુદ્દે દંડ કરાયો છે. 11 લાખ ચલાન આડેધડ પાર્કિંગ મામલે આપવામાં આવ્યાં છે. જે પૈકી  3.75 લાખ ચલાન સ્થળ પર વાહન ચાલકોને આપવામાં આવ્યાં છે. જ્યારે 7.14 લાખ વાહનોને નોટિસ આપવામાં આવી છે.

ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોની સંખ્યા પણ વધી છે. સિગ્નલ ભંગ કરવા બદલ 10.89 લાખ વાહન ચાલકોને નોટિસ આપવામાં આવી છે. જે પૈકી 30 હજાર વાહન ચાલકોને સ્થળ પર દંડ કરાયો હતો. ટ્રીપલ સવારી વાહન હંકારવા મુદ્દે 10389 ચાલકોને દંડ ફટકારાયો છે. 5364 ચાલકોને સ્થળ પર જ દંડ કરાયો છે. જ્યારે 5024 લોકોને નોટિસ આપવામાં આવી છે. દારૂ પીને વાહન હંકારવા બદલ 1825 ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.