એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા.
આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી એક જેલમાં નાખવાના વિરોધમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું, ચાલો હું તમને કહું કે આજે અમે અહીં કેમ એકઠા થયા છીએ. ભાજપે આમ આદમી પાર્ટીને કચડી નાખવાની યોજના બનાવી છે. તેણે ઓપરેશન ઝાડૂ બનાવ્યું છે.તેમણે કહ્યું, “મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે..કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી પછી અમારા બેંક ખાતા જપ્ત કરવામાં આવશે.
આ પહેલા શનિવારે અરવિંદ કેજરીવાલે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ભાજપના લોકો એક પછી એક AAP નેતાઓની ધરપકડ કરી રહ્યા છે અને તેમને જેલમાં ધકેલી રહ્યાં છે. તેઓએ દિલ્હી એક્સાઈઝ કેસમાં સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી હતી. જે બાદ ED દ્વારા મારી ધરપકડ કરવામાં આવી હતી અને તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે, તેઓએ મારા ભૂતપૂર્વ પીએ વિભવ કુમારને જેલમાં મોકલી દીધા છે. આગામી દિવસોમાં તેઓ રાઘવ ચઢ્ઢા, આતિશી અને સૌરભ ભારદ્વાજને જેલમાં ધકેલી દેશે.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની શનિવારે દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના મામલામાં ધરપકડ કરી હતી. પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.