લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામી દેવા માટે આકરી કાર્યવાહી શરૂ કરી છે, એટલું જ નહીં માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને છુટો દોર આપવામાં આવ્યો છે. દરમિયાન માફિયા મુખ્તાર અંસારીની પત્ની અફશાન અન્સારી સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસે લખનઉમાં અફશાનના 2 કરોડ રૂપિયાના ફ્લેટને જપ્ત કર્યો હતો. આ ફ્લેટ લખનૌના પોશ વિસ્તાર ગોમતી નગરના ચેલ્સી ટાવર, વિભૂતિ ખંડમાં હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ગાઝીપુર ડીએમના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સુનિલ કુમાર ભારે પોલીસ ફોર્સ સાથે અહીં પહોંચ્યા હતા. આ કાર્યવાહી અંગે વિભૂતિખંડ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની ટીમે અહીં પહોંચીને જાહેરાત કરી હતી અને ફ્લેટ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ હળવો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની કડકાઈ બાદ બધા શાંત થઈ ગયા હતા. પોલીસ પ્રશાસને ફ્લેટ સીલ કરીને તેના પર એટેચમેન્ટનો ઓર્ડર ચોંટાડી દીધો હતો.
પોલીસના જમાવ્યા અનુસાર, આ પ્રોપર્ટી ફ્લુટ પેટ્રોકેમ્સ પ્રાઈવેટ લિમિટેડના નામે નોંધાયેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફર્મના મુખ્તાર અંસારીની ગેંગ IS 191ના સભ્યો સાથે સંબંધો છે. જે ગુનાહિત કમાણીના પૈસાથી ખરીદવામાં આવ્યો છે. આ સિવાય અફશાન અને તેની ગેંગે ગ્લોરીસ લેન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ અને આગાઝ એન્જિનિયરિંગમાં પણ રોકાણ કર્યું છે. મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારીની વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેના પર ગેંગસ્ટર એક્ટ પણ લગાવવામાં આવ્યો છે.