Site icon Revoi.in

ગાંધીનગરમાં ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી, ચાર વાહન જપ્ત કરાયાં

Social Share

અમદાવાદઃ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુની ક્ષેત્રીયટીમ દ્વારા શનિવાર અને રવિવાર એમ રજાઓના દિવસોમાં પણ સતત વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી સાદીરેતી અને સાદિ માટી ખનિજના બિનઅધિકૃત કુલ 04 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કલોલ તાલુકાના થોળ-સિલજ રોડ, નાસ્મેદ, ખાતેથી વાહન ડમ્પર માં 16.570 MT સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન તથા વાહન ડમ્પર માં 28.660 MT સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા વાહનોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કડી-કલોલ રોડ, છત્રાલ, ખાતેથી વાહન ડમ્પરમાં 16.230 MT સાદીમાટી ખનિજના રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન અને ડમ્પરમાં 28.280 MT સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં એમ કુલ ચાર વાહનો મળી આશરે લાખો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો- 2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ખનીજ ચોરીને માત્ર અટકાવવા નહીં પણ આ પ્રવૃત્તિને મૂળથી કાઢી ફેંકવા તંત્ર સજ્જ હોવા સાથે ગાંધીનગર કલેકટર મેહુલ દવેની ચાંપતી નજરથી હવે ભૂ માફીયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે.અને ભૂસ્તર શાસ્ત્રીની ટીમ ખનીજ માફિયાઓ માટે પડકાર બની છે.જેના પરિણામે અઠવાડીયા દરમિયાન કુલ 13 વાહન જપ્ત કરી કરોડોની કિંમતના ખનીજની હેરફેર અટકાવવામાં પણ તંત્રને સફળતા મળી છે.