ચંદીગઢ: આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધનનો ઈન્કાર કરનારી કોંગ્રેસનું પ્રદેશ યુનિટ હવે અરવિંદ કેજરીવાલના સમર્થનના પણ પક્ષમાં નથી. પંજાબ કોંગ્રેસનું કહેવું છે કે ઈડીની કસ્ટડીમાં ગયેલા અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવો જોઈએ નહીં. બંને પક્ષો પંજાબમાં તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે અને દિલ્હી 4-3ની સમજૂતી થઈ છે. આ પ્રકારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનના ઘટકદળો છે. આટલું જ નહીં અરવિંદ કેજરીવાલને જ્યારે ઈડીએ એરેસ્ટ કર્યા, તો દિલ્હી કોંગ્રેસના ઘણાં નેતા તેમના ઘરે પહોંચ્યા અને પરિવારના લોકો સાથે તેમણે મુલાકાત કરી. એટલું જ નહીં 31 માર્ચે ઈન્ડિયા એલાયન્સે એક રેલીનું પણ આયોજન કર્યું છે, જે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.
તેમ છતાં પણ પંજાબ કોંગ્રેસ તેની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આમ અરવિંદ કેજરીવાલનું ખુલીને સમર્થન કરવું જોઈએ નહીં. આમ જો કરવામાં આવશે, તો પંજાબમાં પાર્ટીની સંભાવનાઓને અસર થશે અને આપણે કેવી રીતે તે આમ આદમી પાર્ટીની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરી શકીશું કે જેનું આપણે રાષ્ટ્રીય સ્તરે સમર્થન કરી રહ્યા છીએ. હાલ પંજાબથી ઈતર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી માટે ગોવા, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ગુજરાતમાં સમજૂતી થઈ છે. અત્યાર સુધી કોંગ્રેસ હાઈકમાને 31 માર્ચની રેલીમાં સામેલ થવાની પુષ્ટિ કરી નથી. પરંતુ પંજાબ કોંગ્રેસ તેની ઘોર વિરોધી છે. એટલું જ નહીં પંજાબ યૂનિટે તો ભગવંત માન સરકારની વિરુદ્ધ દેખાવ પણ કર્યા છે.
મંગળવારે પંજાબ કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરિન્દર રાજા વડિંગ, વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા, પૂર્વ મંત્રી ઓ.પી. સોની, પરગટ સિંહ, સુખજિંદરસિંહ રંધાવા, બ્રહ્મ મોહિંદ્રા અને તૃપ્ત રાજિંદરસિંહ બાજવા સહીત ઘણાં નેતાઓ હાજર હતા. આ બેઠકમાં એક સ્વરથી તમામ નેતાઓએ કહ્યુ કે અમે ઈડીની કસ્ટડીમાં ગયા, અરવિંદ કેજરીવાલનું સમર્થન કરવું જોઈએ નહીં.
આ નેતાઓનું કહેવું છે કે પંજાબમાં ઘણાં કોંગ્રેસી નેતાઓ પર ભગવંત માન સરકારે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, આ એક્શનને ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન તરીકે આખા દેશમાં પ્રચારીત કરવામાં આવ્યું છે. જો આમ જ છે, તો પછી આપણે કેમ અરવિંદ કેજરીવાલનું સમર્થન કરીએ, જે ભ્રષ્ટાચારના મામલામાં જ એરેસ્ટ થયા છે.