પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી – અમદાવાદમાં 8 લોકોની ઘરપકડ
- પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી
- અમદાવાદમાં 8 લોકોની ઘરપકડ
અમદાવાદઃ- રાજ્યના અમદાવાદ શરહેરમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે પોસ્ટર લગાવનારાઓ સામે પોલીસે લાંઆખ કરી છે અને કાર્.વાહી હાથ ધરી છે.
આ સાથે જ આ બાબત અંગે પોલીસે જણાવ્યું કે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ ધરપકડો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ચીએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર લગાવામાં આવી રહ્યા છે જેમા સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.
વિતેલા અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની દિવાલો પર પીએમને નિશાન બનાવતા હજારો પોસ્ટરો લગાવાયા હતા, જેના પગલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી 50 જેટલી ફરીયાદો પણ નોઁધાઈ અને છ લોકોની ધરપકડ કરી.
જોઅમદાવાદની વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા.જેથી સરકારી સંપતિને નુકશાન કરવાનો પણ ગુનો નોંધાઈ શકે છે.