- પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 100 લોકો સામે ફરીયાદ
- પોલીસે આ બાબતે 6 લોકોની ધરપકડ કરી
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેટલાક અસમાજિક તત્વો ગંધ ફેલાવી રહ્યા છએ ત્યારે દિલ્હી પોલીસે આવા લોકોની ઓળખ કરીને તેમના સામે સખ્ત કાર્યવાહી કરી છએ ,જો કે આડકતરી રીતે આમ કરવામાં ક્યાંક આપ આમ આદમી પાર્ટી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિવુદ્ધ પોસ્ટર લગાવાની બબાતે કેટલાક લોકો સામે ફરીયાદ નોંધાઈ છે ત્યારે દિલ્હી પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવાના સંબંધમાં રાજધાનીમાં 100 એફઆઈઆર નોંધી છે અને 6 લોકોની ધરપકડ કરી છે.
એફઆઈઆર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નથી. સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે આ એફઆઈઆર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ નોંધવામાં આવી છે.
આ મામલે વધુમાં સ્પેશિયલ સીપીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ઓફિસમાંથી બહાર નીકળતી વખતે એક વાનને પણ રોકી દેવામાં આવી હતી, જેના કારણે કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.