- અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સાથે મળશે જોવા
- કોમેડી થ્રિલર ફીલ્મમાં સાથે કરશે કામ
મુંબઈઃ- બોલિવૂડમાં એક્શન હિરો તરીકે જાણીતા અક્ષય કુમારની આ વર્ષ દરમિયાન ઘણી બધી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તેઓ અનેક ફિલ્મોના શૂટિંગમાં પણ વ્યસ્ત જોવા મળે છે. ત્યારે હવે આટલા બિઝી શેડ્યૂઅલમાં અભિનેતાને બીજી ફિલ્મ પણ મળી છે, જે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતા દ્વારા કરવામાં આવનાર છે.
આ બાબતની પૃષ્ટિ પીપિંગમૂન.કોમ પર કરવામાં આવી છે તેના એહવાલ પ્રમાણે અપકમિંગ ફિલ્મ, જે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનવા જઈ રહી છે, તે 2019 ની મલયાલમ ફિલ્મ ડ્રાઈવિંગ લાયસન્સની રિમેક છે. તેનું નિર્દેશન રાજ મહેતા કરવાના છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગુડ ન્યૂઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાજ મહેતાને હવે તેમા આગલા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે,રાજ મહેતાએ આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મીની પસંદગી કરી લીધી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર હશે. ફિલ્મમાં અક્ષય અને ઇમરાન કેટલીક ગેરસમજોને લઇને ઓનસ્ક્રીન એકબીજા સાથે ટકરાતા અને ટકારવમાંથી મસ્તી કરતા લોકોને હસાવતા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર હાલમાં લંડનમાં ‘સિન્ડ્રેલા’ના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળએ છે. ઇમરાન હાશ્મી પણ તેની ફિલ્મ ટાઇગર 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. રાજ મહેતાની વાત કરીએ તો તે પોતાની આગામી ફિલ્મ જુગ જુગ જીઓના લાસ્ટ શેડ્યૂઅલમાં કામ કરી રહ્યા છે, આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયની આગામી ફિલ્મો સૂર્યવંશી, રામ સેતુ, સિન્ડ્રેલા, રામ સેતુ, અત્રંગી રે, રક્ષાબંધન છે.