Site icon Revoi.in

હરિયાણાના નૂહમાં થયેલી હિંસામાં કાર્યવાહી તેજ બની – અત્યાર સુઘી 200થી વધુ લોકોની ઘરપકડ, 100થી પણ વધુ લકો સામે નોંધાઈ ફરિયાદ

Social Share

નૂહઃ- હરિયાણાના નૂહમાં ઘાર્મિક સરઘસમાં પત્થર મારો કરવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી ત્યાર બાદ આ હિંસા આજુબાજુ અનેક જીલ્લાઓ સુધી પહોંચી હતી જેને જોતા સરકારે ઈન્ટરનેટ પર પમ પ્રતિબંઘ મૂક્યો હતો જો કે હવે સરકારની કાર્યવાહી આ બબાતે તેજ બની છે અનેક લોકોની ઓળખ કરીને તેઓની ઘરપકડ કરવામાં આવી રહી છે તો બીજી તરફ હાલ પણ ગુનેગારો સામે ફરિયાદ નોંધાઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસે મુખ્યમંત્રી એનિલ વીજે માહિતી આપી હતી હિંસા પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “દોષીઓને બક્ષવામાં આવશે નહીં. આ હિંસાનો માસ્ટરમાઈન્ડ જે પણ હશે તેણે કિંમત ચૂકવવી પડશે. તોફાનીઓએ જાહેર સંપત્તિને થયેલા નુકસાનની કિંમત ચૂકવવી પડશે.”

સાથે જ પોલીસ વિભાગે પણ જાણકારી આપી હતી પોલીસે શુક્રવારે માહિતી આપી હતી કે હરિયાણાના નૂહમાં સોમવારે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા અને રમખાણો સંબંધિત 55 એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમજ આ ઘટનાના સંબંધમાં 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે હિંસામાં 2 પોલીસકર્મીઓ સહિત 6 મૃત્યુ પામ્યા છે. જ્યારે સમગ્ર ઘટનામાં 88 લોકો ઘાયલ થયા હતા.

વધુમાં કહેવામાં આવ્યું કે  ધાર્મિક શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં  હિંસક અથડામણમાં 88 લોકો ઘાયલ થયા છે. જ્યારે ઘટનામાં મૃત્યુઆંક 6 થયો છે. દરમિયાન, ગુરુગ્રામ પોલીસે જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 27 એફઆઈઆર નોંધી છે અને નૂહ અથડામણ પછી ગુરુગ્રામ અને પડોશી જિલ્લાઓમાં હિંસાના સંબંધમાં 38 આરોપીઓની ધરપકડ કરી છે.આમ 100થી પણ વધુ એફઆઈઆર નોંધાઈ છે અને અંદાજે 200 જેટલા લોકોની અટકાયત કરાઈ છે.