Site icon Revoi.in

કેનેડાના સાંસદ અને ખાલિસ્તાન સમર્થકો પર એક્શન – ભારતમાં ટ્વિટર એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ

Social Share

દિલ્હીઃ-  ખાલિસ્તાનીઓ દ્રારા જે હંગામો કરવામાં આવી રહ્યો છે તેનેાપર ભારત સરકારની સતત નારાજગી જોવા મળી રહી છે તે સંદર્ભે ભારત એક્શનમોડમાં છે ત્યારે હવે ભારતમાં ઘણા પ્રો ખાલિસ્તાની ટ્વિટર હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે.

આ સહીત કેનેડાના ધારાસભ્ય જગમીત સિંહના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબમાં અમૃતપાલ સિંહ એપિસોડ પછી ખાલિસ્તાની ચળવળ અમેરિકા અને બ્રિટનમાં પણ ચર્ચામાં છે. આ દરમિયાન ભારતે આ કડક કાર્યવાહી કરી છે. ભારતે દૂતાવાસની બહાર તિરંગા સાથે જે હરકત કરી હતી તેના સામે પણ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.

મીડિયા એહવાલ મુજબ  કેટલાક  સમર્થકોના ટ્વિટર પર ભારતને રોક લગાવી છે.અને તેને  બ્લોક કરાયા  છે, જેમાં કેનેડાની ન્યૂ ડેમોક્રેટીક પાર્ટીના નેતા જગતમીત સિંહે ટ્વિટ કર્યું છે. વધુમાં ઉમેર્યું કેનેડા કેનેડાની કવયિત્રી સ્વરૂપી કૌર, સ્વૈચ્છિક સંસ્થા યુનાઈટેડ સિખ અને કૅનેડા સ્થિત એકટીવિસ્ટ ગુરદીપ સિંહ સહોતાના ટ્વિટર પણ બ્લોક કરી દીધા છે.

દેશની સરકાર દ્રારા આ એક્શન ત્યારે લાવાયું છએ કે જ્યારે  પંજાબ પોલીસ પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કડક કાનુની કાર્યવાહી કરી રહી છે અને તેને સતત શોધી રહી છે. આ સ્થિતિમાં  ખાલિસ્તાની સમર્થકો અમૃતપાલના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા હતા.જેથી આ પ્રકારના ટ્વિટર ને બ્લોક કરવામાં આવ્યા છે.બ્લોક કરાયેલા ખાતાઓમાં કેટલાક પંજાબ સરકારના ખાતાઓનો પણ સમાવેશે થાય છે.