Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં હલાલ સર્ટીફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનાર સામે કરાશે કાર્યવાહી, યોગી સરકારના આદેશ

Social Share

નવી દિલ્હીઃ CM યોગી આદિત્યનાથની સરકાર ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનોને લઈને કડક બની છે, CM યોગીએ હલાલ સર્ટિફિકેશન સાથેના ઉત્પાદનોને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આવા ઉત્પાદનો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર યુપીમાં કંવર યાત્રાના રૂટ પરના તમામ દુકાનદારોને તેમની ઓળખ લખવા માટે સૂચના આપવામાં આવી છે.

સીએમ યોગીએ સમગ્ર યુપીમાં કાણવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થોની દુકાનો પર માલિકનું નામ અને ઓળખ લખવાની સૂચના આપી છે. યુપી સરકારે તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લીધો છે. આ સાથે હલાલ સર્ટિફિકેશન સાથે પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશો મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ આદેશ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોએ પોતાની ઓળખ લખવી પડશે.

અગાઉ, મુઝફ્ફરનગર પોલીસ પ્રશાસન દ્વારા આવા આદેશ જારી કરવામાં આવ્યા હતા જેમાં તમામ દુકાનદારોને દુકાન માલિકનું નામ અને ઓળખ લખવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ ઘણી દુકાનો પર તેમના નામ પણ લખેલા જોવા મળ્યા હતા. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. સપા અને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ઓળખ લખવા પર સવાલ ઉઠાવ્યા હતા.

સપા પ્રમુખ અખિલેશ યાદવે આ આદેશને સામાજિક અપરાધ ગણાવ્યો અને તેને પરસ્પર સંવાદિતા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો અને કોર્ટને આ મામલાની નોંધ લેવાની માંગ કરી હતી. યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પણ આ નિર્ણયને સંપૂર્ણપણે અવ્યવહારુ કાર્ય ગણાવતા તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સમાજમાં ભાઈચારાની ભાવનાને બગાડવાનું કામ કરી રહ્યા છે.