મુંબઈઃ શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ નવી રાજકીય પાર્ટી બાલા સાહેબ ઠાકરેના નામે બનાવવાની વિચારણા કરી રહ્યાની અટકો વહેતી થઈ છે. દરમિયાન શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉદે બળવાખોર ધારાસભ્યો ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમે બાલા સાહેબની હિન્દુત્વની વિચારધારા ઉપર ચાલી રહ્યાં છીએ, જો કોઈ રાજકીય ઈરાદો પાર પાડવા બાલા સાહેબના નામનો ઉપયોગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, શિવસેના બાલા સાહેબની છે અને રહેશે, અમે તેમના હિન્દુત્વની વિચારધારા ઉપર ચાલી રહ્યાં છીએ અને ચાલીશું. પાર્ટી સાથે ગદ્દારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે બળવો કરનારા 16 ધારાસભ્યોને નોટિસ મામલે પણ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી રાજકારણ ગરમાયું છે, સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાની સાથે પાર્ટી બચાવવા માટે પણ હવાતિયા મારી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે.