- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 કેસ નોંધાયા
- સક્રિય કેસોની સંખ્યા 2 હજારને પાર
દિલ્હી – ચીનમાં હાલ કોરોનાનો લોકો સામનો કરી રહ્યા છે દિવસેને દિવસે કોરોનાને લઈને અહીંની સ્થિતિ વિફરતી જોવા મળી રહી છે તેવી સ્થિતિમાં ભારત સરાકર પણ કોરોનાને લઈને એલર્ટ છે આવી સ્થિતિમાં દેશમાં કોરોનાના સક્રિય કેસો હાલ તો ઓછા જ છે છત્તા સરાકર વિદેશના કેટલાક દેશઓથી આવતા લોકોનું કોરોના પરિક્ષણ કરાવે છે ,સાવચેતીના ભાગરુપે આમ કરવામાં આવી રહ્યું છે.
જો દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો વાયરસનું સંક્રમણ હજુ સમાપ્ત થયું નથી. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 170 નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ હવે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને હજાર થઈ ગઈ છે. ચીન અને યુરોપિયન દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણ હજુ પણ નિયંત્રણમાં છે.સ્થિતિ હાલ કાબૂમાં હોવા છત્તા સરકાર સતર્ક બની છે.
આજરોજ જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા પ્રમાણે ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં ઘણા લોકો સાજા થયા છે જો દૈનિક સંક્રમણની વાત કરવામાં આવે તો આ દર 0.20 ટકા જોવા મળે છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.11 ટકા છે.
આ સાથે જ દેશમાં સક્રિય કેસોની જે સંખ્યા છે તે કુલ કેસના 0.01 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 52 કેસનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા નોંધાયો છે.