દેશમાં કોરોનાના સક્રિય કેસો હવે 25 હજારથી પણ ઓછા, છેલ્લા 24 કલાકમાં 1,331 કેસ નોંધાયા
- દેશમાં કોરોનાના કેસોમાં રાહત
- સક્રિય કેસો હવે 25 હજારથી ઓછા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હવે સતત ઘટતા જોવા મળી રહ્યા છે,જેનેલઈને એક્ટિવ કેસો પણ ઓછા થી ચૂક્યા છએ તો દૈનિક નોંધાતા કેસોની સંખઅયા હવે 2 હજારથી પણ ઓચી જોવા મળી રહી છે,છેલ્લા 24 કલાકમાં પણ 2 હજારથી ઓછા કેસો સામે આવ્યા હતા.
જો દેશમાં છેલ્લા 24 કાલકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના કુલ 1,331 નનવા કેસો સામે આવ્યા છે આ સાથે જ આ આંકડો વિતેલા દિવસે નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા કરતા ઓછો થયો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે આ આંકડો 1,839 હતો. ત
જો હવે દેશભરમાં સક્રિય કેસોની સંખ્યાની વાત કરીએ તો તે 25 હજારથી ઘટીને 22 હજાર થી ચૂકી છે.આ સાથે જ હવે કોરોનામાંથી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 98.76% ટકા નોંધાયો છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓની સંખ્યા કરતા બમણી છે,છેલ્લા 24 કલાકમાં 3 હજાર 752 લોકોએ કોરોનાને માત આપી છે અને તેઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
જો દેશભરમાં કોરોના સંક્રમણના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો તે હાલ 0.92 ટકા જોવા મળે છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.97 ટકા છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા હાલ 22 હજાર 742 નોંઘાઈ છે.