દેશમાં કોરોનાના સક્રિય કેસો હવે 70 હજારથી પણ ઓછાઃ- છેલ્લા 24 કલાકમાં 7, 946 નવા કેસ નોંધાયા,
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી ઓછા કેસ નોંધાયા
- એક્ટિવ કેસોની સંખ્યા હવે 70 હજારની અંદર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોને લઈને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે, આ સાથે જ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોની સંખ્યા 10 હજારથી ઓછી નોંધાઈ રહી છે જેને લઈને દેશમાં સક્રિય કેસોનો આંકડો ઘટ્યો છે.
જો દેશમાં છએલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન 7 હજાર 946 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, જો કે આ કેસની સંખ્યા છેલ્લા 3 દિવસની સરખામણીમાં વધી છે.જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 સંક્રમિત દર્દીઓના મોત પણ થયા હતા.
આ સાથએ જ હવે દેશમાં સક્રિય કેસો પણ ઘટ્યા છે દેશમાં સ્ક્રિય કેસોની વાત કરીએ તો હવે તે સક્રિય કેસ હવે ઘટીને 62 હજાર 748 પર આવી ગયા છે.જો કે કોરોનાના નવા નોંધાતા કેસની સરખામણીમાં હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 9 હજાર 828 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સાજા પણ થયા છે. રિકવરી દર હવે વધીને 98.67 ટકા થઈ ગઈ છે.આ સાથે જ જો દૈનિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો હવે તે 2.98 ટકા જોવા મળે છે.