- દેશમાં કોરોનાનો ગ્રાફ નીચો ગયો
- સક્રિય કેસો 51 હજારથી ઓછા
- 24 કલાક દરમિયાન 7 હજારથી ઓછા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી રહી છે,આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે ઘટીને 51 હજારથી પણ ઓછી થઈ ચૂકી છે તો બીજી તરફ દૈનિક કેસોનો આંકડો 8 હજારની નીચે આવી રહ્યો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં કુલ 65 હજાર 395 કોરોનાના નવા કેસો નોંધાયા છે.જો એક્ટિવ કેસોની વાત કરીએ તો હવે તે ધટીને 50 હજાર 342 થઈ ચૂક્યા છે.આ સહીત આ સમાન સમયગાળા દરમિયાન 33 કોરોનાના દર્દીઓના મોત થયા છે.
આ સહીત કોરોનાના સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.11 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડનો રિકવરી રેટ હવે વધીને 98.70 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 252 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દૈનિક સંક્રમણ દર 1.96 ટકા જોવા મળ્યો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 1.88 ટકા જોવા મળશે છે.