નવી દિલ્હીઃ પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર ગરીબ તરફી અને ખેડૂત તરફી છે અને ખેડૂતોને ખાતરનો ખાતરીપૂર્વક પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીને અને અન્ય દેશો સાથેની ભાગીદારી બંને સાથે ખરીફ સિઝન પહેલા ખેડૂતોને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધાં છે”.
દરમિયાન ડો. મનસુખ માંડવિયાએ ખાતર ક્ષેત્ર માટે ભારતના પસંદગીના ભાગીદાર તરીકે જોર્ડનનો ઉલ્લેખ કર્યો હતો. બંને દેશો વચ્ચે વેપાર સંબંધો અને લોકો વચ્ચેના સંપર્કનો લાંબો ઈતિહાસ છે તે જોતાં, ડૉ. મનસુખ માંડવિયાએ ખાસ કરીને ખાતર ક્ષેત્ર માટેના આ પડકારજનક સમયમાં આ જોડાણને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. ભારતીય બજાર માટે વધારાના જથ્થાને સુરક્ષિત કરવાના ભાર સાથે, જોર્ડનને ખાતરના પુરવઠા માટે ભારતની વિશિષ્ટ શરતોની જાહેરાત કરવામાં આગેવાની લેવા અને જોર્ડનમાં વધારાની ઉત્પાદન ક્ષમતાને ભારત સાથે લક્ષ્ય પ્રાઇમ માર્કેટ તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી હતી. બંને પક્ષો સંમત થયા કે ખાતર, કૃષિ અને આરોગ્યના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની વિપુલ તકો છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે JIFCO અને ઈન્ડો-જોર્ડન કંપની દ્વારા સ્થાપિત JPMC ખાણો અને ફોસ્ફોરિક એસિડ ઉત્પાદન સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ સવલતોમાં કામ કરતા તમામ ભારતીય ઇજનેરો અને શ્રમ દળ દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ મંત્રીની મુલાકાતની પ્રશંસા કરી જે આ પ્રકારની પ્રથમ મુલાકાત છે અને વિદેશની ધરતી પર કામ કરતી વખતે તેમનું મનોબળ વધારવામાં ઘણો આગળ વધશે.
પ્રતિનિધિમંડળે આરબ પોટાશ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી જ્યાં અધ્યક્ષ, પ્રમુખ અને સીઈઓ દ્વારા કેન્દ્રીય મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરબ પોટાશ અધિકારીઓ દ્વારા ડેડ સીમાંથી એમઓપીના નિષ્કર્ષણ અંગેની વર્તમાન સ્થિતિ અને વર્ષ 2058 સુધીની ભાવિ યોજનાઓ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જોર્ડન તેમના એમઓપીના ઉત્પાદનનો લગભગ 25% ભારતને ફાળવે છે. આરબ પોટાશના પ્રયાસોની પ્રશંસા કરતી વખતે, ડૉ. માંડવિયાએ ભારતમાં વાજબી દરે MOPનો પુરવઠો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.