- પાકિસ્તાની યુવતી ગુલાલાઈ ઈસ્માઈલ ભાગીને અમરિકા પહોંચી
- ગુલાલાઈ ઈસ્માઈલે પાકિસ્તાનમાં મહિલા અત્યાચારની પોલ ખોલી
- ગુલાલાઈ ઈસ્માઈલે અમેરિકામાં માગ્યો રાજકીય આશ્રય
પાકિસ્તાનમાં મહિલાઓ પર કેવી રીતે અત્યાચારો થાય છે, તેના અવાર-નવાર ઉદાહરણો સામે આવતા રહે છે. તેની વચ્ચે પાકિસ્તાનથી એક યુવતી ભાગીને અમેરિકા પહોંચી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓએ છૂપાઈને જીવવા માટે મજબૂર કરી દીધી હતી. તે ઓગસ્ટમાં ભાગીને અમેરિકા પહોંચી હતી અને તેણે અમેરિકામાં રાજકીય આશ્રયની માગણી કરી છે. આ યુવતીનું નામ ગુલાલાઈ ઈસ્માઈલ છે.
ઈસ્માઈલને પાકિસ્તાની અધિકારીઓએ એટલા માટે નિશાન બનાવી છે, કારણ કે તેમણે દેશની સેના દ્વારા કરવામાં આવનારા અત્યાચારોને ઉજાગર કર્યા હતા. તેમના ઉપર પાકિસ્તાને રાજદ્રોહનો આરોપ લગાવ્યો હતો, તેના પછી તે ભાગીને અમેરિકા આવી હતી. રિપોર્ટ પ્રમાણે, તે હાલમાં પોતાની બહેન સાથે બ્રુકલિનમાં રહે છે. તેમણે હજી સુધી એ જણાવ્યું નથી કે તે કેવી રીતે પાકિસ્તાનથી ભાગીને આવી, કારણ કે તેનું કહેવું છે કે તેણે કોઈપણ એરપોર્ટ પરથી ઉડાણ ભરી નથી.
ઈસ્માઈલનું કહેવું છે કે હું તમને આના સંદર્ભે જાણકારી આપીશ નહીં. મારી પાકિસ્તાનમાંથી ભાગવાની કહાની ઘણાં લોકોના જીવને જોખમમાં નાખી શકે છે. તો કોઈપણ રાજનેતા તેના સંદર્ભે ટીપ્પણી કરવાથી બચી રહ્યો છે. ન્યૂયોર્કમાં ઈસ્માઈલે કેટલાક મુખ્ય માનવાધિકાર રક્ષકો અને કોંગ્રેસના નેતાઓના કર્મચારીઓને મળવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તેની પાછળ સુરક્ષા અધિકારી હતા, પરંતુ તેમની ભાળ લગાવી શકાય નથી.
ઈસ્માઈલે પાકિસ્તાની સેના દ્વારા જાતીય શોષણની ઘટનાઓને ઉજાગર કરવાની કોશિશ કરી હતી. દેશની મહિલાઓ પર થનારા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવાને કારણે તેમના ઉપર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા કાર્યકર્તાઓના એક જૂથે વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર લખીને ઈસ્માઈલની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. તેણે પોતાના પર લગાવવામાં આવેલા દેશદ્રોહના મામલાને ખોટો ગણાવ્યો છે.
ગુલાલાઈએ કહ્યું છેકે તેમને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા છે, કારણ કે તેમણે પાકિસ્તાની સેનાની જોરજબરદસ્તી સામે આવાજ ઉઠાવ્યો છે. ગુલાલાઈના પાકિસ્તાનથી ભાગીને અમેરિકા જવાના અહેવાલ એવા સમયે આવ્યા છે, કે જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં થનારા કથિત માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનો સાથ મેળવવાની ભરપૂર કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેને દરેક જગ્યાએ નિરાશા જ સાંપડી છે.
ન્યૂયોર્કના ડેમોક્રેટ સેનેટર ચાર્લ્સ શૂમરે ગુલાલાઈને શરણ આપવાના અનુરોધનું સમર્થન કરતા કહ્યુ છે કે તે આના માટે કંઈપણ કરશે. આ સ્પષ્ટ છે કે તેમનું જીવન ખતરામાં પડી જશે. પશ્તૂન તહફ્ફુજ આંદોલન (પીટીએમ)ના કાર્યકર્તા ગુલાલાઈ પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. 27મી મેના રોજ દેશ વિરોધી ભાષણ આપવાના આરોપમાં ઈમરાનખાનની સરકારે તેને બ્લેકલિસ્ટ કરી દીધી હતી.