- આજે રાકેશ રોશનનો 72 મો જન્મદિવસ
- ફિલ્મ મેકર અને અભિનેતા તરીકે નામના મેળવી
મુંબઈઃ- બોલિવૂડના સુપર ડાન્સર ,ચાર્મિંગ હિરો એવા ઋતિક રોશનના પિતા રાકેશ રોશન આજરોજ તેમનો 72મો જન્મદિવસ મનાવી રહ્યા છે, તેમણે ફિલ્મ કહો ના પ્યાર હૈ,થી મોટી સફળતા મેળવી હતી, આફિલ્મમાં પુત્ર ઋતિકને લેવામાં આવ્યો હતો ,આ સાથે જ તેમણે બોલિવૂડની ફિલ્મ કોયલા, કરણ અર્જુન, કોઈ મિલ ગયા, ક્રિશ, ક્રિશ 2, કોયલા, ખુદગર્જ જેવી તમામ સુપરહિટ ફિલ્મો તેના નામે નોંધાયેલી છે.રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર 1979 ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો. રાકેશ રોશન પોતાની ઘણી ફિલ્મો માટે જાણીતા બન્યા છે.
શા માટે રાકેશ રોશન માથા પર નથી રાખતા વાળ
રાકેશ રોશનના માથા પર વાળ નથી આ વાત સૌ કોઈ જાણે છે તમે પણ જોયું હશે કે રાકેશ તેના માથા પર એક પણ વાળ રાખતો નથી. જો તમે વિચારી રહ્યા છો કે વધતી જતી ઉંમર સાથે તેમના વાળ ખરી ગયા છે, તો એવું બિલકુલ નથી. આવું કરવા પાછળ તેમનું એક મોટું કારણ છે. ચાલો જાણીએ કે તે ક્યારેય તેના માથા પર વાળ કેમ રાખતો નથી.
આ વાત છે વર્ષ 1987ની કે જ્યારે રાકેશ રોશને પહેલી વખત દિગ્દર્શક તરીકે કામ કર્યું. તેમણે ફિલ્મ ‘ખુદગર્જ’ નું નિર્દેશન કર્યું. આ ફિલ્મની રજૂઆત પહેલા રાકેશ તિરુપતિ બાલાજી ગયા અને તેમની ફિલ્મની સફળતા માટે વ્રત માંગ્યું. વ્રત માંગતી વખતે તેણે કહ્યું હતું કે જો ફિલ્મ સફળ થશે તો તે તિરુપતિ આવશે અને તેમના વાળનું દાન કરશે.
31 જુલાઈ, 1987 ના રોજ તેમની ફિલ્મ ‘ખુદગર્જ’ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર સુપર ડુપકર હિટ બની. જો કે, તે પછી તેમનું મન બદલવાનું શરૂ થયું અને તેઓ ટાલ કરવાથી દૂર રહેવા લાગ્યા. એટલું જ નહીં, તે પોતાનું વ્રત ભૂલી ગયા અને પોતાનું વ્રત પૂરું કર્યું નહીં. પરંતુ તેની પત્ની પિંકી તેના વ્રત વિશે જાણતી હતી. તે તેમને અવારનવાર તેના વ્રત વિશે યાદ કરાવતી હતી.
રાકેશ રોશન તિરુપતિ બાલાજી પાસે ગયા અને તેમના વાળ ઉતાર્યા. પરંતુ વાળનું દાન કરવા સાથે, તેમણે પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ ક્યારેય તેમના માથા પર વાળ નહીં રાખે. આ સાથે રાકેશની સફળતાની ગાથા પણ શરૂ થઈ. તે પછી તેની તમામ ફિલ્મો હિટ બની. દિગ્દર્શક તરીકે રાકેશ રોશનની સફળતાની વાર્તા અહીંથી શરૂ થઈ હતી ત્યારથી લઈને આજદીન સુધી તેઓ ક્યારેય પોતાના માથા પર વાળ આવવા દેતા નથી .
રાકેશે હૃતિક રોશન સાથે ક્રિશ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ‘ક્રિશ 4’ પર સહયોગ કર્યો છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. તેની ફિલ્મી કારકિર્દીમાં પણ રાકેશે આખિર ક્યુ ?, શ્રીમાન શ્રીમતી, હોટલ, ખૂન ભારી માંગ વગેરે જેવી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો હતો.