Site icon Revoi.in

અભિનેતા અનિલ કપૂર જર્મનીમાં કરાવી રહ્યા છે પોતાની સારવાર- જાણો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શું કહ્યું

Social Share

 

બોલિવૂડમાં આટલી ઇમંરે પણ ફિટ રહેતા અભિનેતા અનિલ કપૂર હંમેશા હેડલાઈનમાં રહે છે તેઓ તેમની ફિટનેસને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી તેમની સ્વાસ્થ્ય અંગેની ચર્ચાએ સમાચારોની હેડલાઈનમાં સ્થાન મેળવ્યું છે.હાલ તેઓ જર્મનીમાં છે ્ને તેઓ રસ્તા પર ચાલતા હોય. તેવા ફોટો શેર કરીને ચર્ચામાં આવ્યા છે.

બોલિવૂડના એક્ટર અનિલ કપૂર પોતાની ફિટનેસ અને એક્ટિંગ બંનેથી લોકોમાં ચર્ચામાં રહે છે. અનિલ આ દિવસોમાં જર્મનીમાં છે અને તેણે ત્યાંથી પોતાનો એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે, પરંતુ તેની સાથે તેણે જે કેપ્શન લખ્યું છે તેનાથી તેના ચાહકો ચિંતિત છે. વાસ્તવમાં અનિલ જર્મનીમાં એક લાંબી બીમારીની સારવાર કરાવવા માટે ગયા હતા અને તેણે જણાવ્યું કે આજે તેની સારવારનો છેલ્લો દિવસ છે.આ વાત થી તેમના ચાહકોની ચિંતા વધી છે.

વાત જાણે એમ છે કે એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે લાંબા કાળા કોટમાં કાળી ટોપી પહેરીને જર્મનીના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. તેમણે શેર કરતા  લખ્યું- ‘બરફમાં પરફેક્ટ વોક, જર્મનીમાં છેલ્લા દિવસે, હું છેલ્લા દિવસે મારી સારવાર માટે ડૉ. મુલરને મળવા જઈ રહ્યો છું. તેમના કામ માટે હું તેમનો આભાર માનું છું.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ફિર સે ઉડ ચલા’  સોંગ વગાડવામાં આવી રહ્યું છે અને અનિલ બરફીલા પવનમાં ચાલતો જોવા મળે છે. તેની ટ્રીટમેન્ટ અંગે સોનમ કપૂરની મિત્ર અને નીના ગુપ્તાની દીકરી મસાબાએ તેને ઓલ ધ બેસ્ટ કહ્યું અને એમ પણ કહ્યું – અંકલ અમે તમારી કન્ટેન્ટને કેવી રીતે તોડી શકીશું, ત્યારે અનિલના ફેન તેમને તેમની બીમારી અંગે સતત કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનિલ કપૂરે ગયા વર્ષે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ અકિલિસ ચેન્ડનની સમસ્યાથી પીડિત છે. દુનિયાભરના તબીબોએ કહ્યું હતું કે તે સર્જરી વિના સાજો નહીં થાય, પરંતુ ડૉ. મુલરે પોતાના જાદુઈ સ્પર્શથી તેને સર્જરી વિના સાજો કરી દીધો અને હવે તે ઓ હેલ્ધી જોવા મળ્યા છે.