- અનુપમ ખેરે પત્ની કિરણ ખેરની હેલ્થ અપડેચ આપી
- કહ્યું – સારવાર મુશ્કેલ છે પણ સ્થિતિ સુધરી રહી છે
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના એવરગ્રીન સુપર સ્ટાર્સ અનુપમ ખેરના પત્ની કિરણ ખૈસ કેન્સરની લડત સામે ઝઝુમી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેમના પતિ સતત તેમના સપોર્ટમાં છે,તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે,કિરણ ખૈરના બ્લડ કેન્સરની વાતની જઆણ થતા જ પડછાયાની જેમ પત્ની સેવામાં અનુપમ ખેર જોડાયા છે.
Anupam Kher Foundation Webinar @anupamcares https://t.co/wWBFaQ73L9
— Anupam Kher (@AnupamPKher) May 23, 2021
અભિનેતા પત્નીની હેલ્થના સમાચાર સતત તેમના ચાહકોને સોશિયલ મીડિયા થકી જણાવી રહ્યા છે, ત્યારે વિતેલા દિવસે ફરી અનુપમ ખેરે કિરણ ખેરની હેલ્થ વિશે અપડેટ આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, તે કેન્સરથી લડી રહી છે. કિરણ ખેરની આ માટેની જંગ ખૂબ મુશ્કેલ સાબિત થઈ છે. પણ ધીમે ધીમે તેની હાલત સ્થિત થતી જોવા મળી રહી છે. એક્ટ્રેસથી નેતા બનેલી કિરણ ખેર મલ્ટિપલ માયલોમા એક પ્રકારનાં બ્લડ કેન્સર ગત એક વર્ષથી પીડાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કિરણ ખેરની સારવાર મુંબઇની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેઓ કીમોથેરપી સેશન લઈ રહ્યા છે. પત્નીનાં સ્વાસ્થ્ય પર મીડિયા સાથે વાતચીત કરતાં અનુપમ ખેરે કહ્યું કે, ‘કિરણનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધુ સારુ અને સ્વસ્થ જોવા મળે છે. પણ આ ખુબજ મુશ્કેલ સારવાર છે,તે ઘણી વખત કહે છે કે, લોકડાઉન અને કોરોનાએ વધુ મુશ્કેલ બનાવી દીધુ છે. કેન્સરની ટ્રીટમેન્ટ લેતાં દર્દીઓ હમેશાં તેમનું મન અન્ય ક્યાંય પોરવેલું રાખવાનું જેથી તેમને કોઇ પ્રકારનો સ્ટ્રેસ ન રહે. પણ ન તો તેને કોઇ મિત્ર મળવા આવી શકે છે ન તો તે લોકો પણ બહાર જઇ શકે છે.’
અભિનેતા અનુપમ ખેરે વધુમાં જણાવ્યું હતુ કે, ‘તે ઘણી વખત પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરે છે. પણ ક્યારેક ક્યારેક કીમોથેરિપી તેનાં પર અલગ અસર કરી રહી છે. અમે અમારો ઉત્તમ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે,તેમનું સ્વાસ્થ્ય હવે સારુ છે. ડોક્ટર્સ પણ તેમનું કામ કરી રહ્યાં છે. પણ આ મુશ્કેલ ટ્રિટમેન્ટ માટે આપે આપની માનસિક સ્થિતિને મજબૂત રાખવી ખૂબ જ જરુરી છે