- અભિનેતા ફરદીનખાન 12 વર્ષ બાદ સિનેમાના પરદે પરત
- રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘વિસ્ફોટક’માં જોવા મળશે
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મમાં જોવા મળ્યા નથી. લગભગ એક દાયકા કરતા વધુ સમય થયો તેઓએ કોજ્ઞ ફિલ્મ નથી કરી જો કલે હવે લાંબા સમય બાદ તેઓ સિનેમામા પરદે રિતેશ દેશમુખ સાથે ફરી જોવા મળશે.
બી ટાઉનમાંથી મળી રહેલી જાણકારી પ્રમાણે બોલિવૂડ એક્ટર ફરદીન ખાને વિતેલા વર્ષ દરમિયાન રિતેશ દેશમુખ સાથેની ફિલ્મમાં ફરદીને પરત ફરવાની જાહેરાત કરી હતી. સાથે જ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાણકારી અપાઈ હતી, જો કે હવે આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવશે તેવી માહીતી પ્રાપ્ત થઈ રહી છે.
જો ફિલ્મના નિર્માણ વિશે વાત કરીએ તો તે સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર કરી રહ્યા છે.એટલે કે ફરદીન ખાન કૂકી ગુલાટીની ફિલ્મ એક્સપ્લોડથી ફરી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
સંજય ગુપ્તા દ્વારા નિર્મિત આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં સંજય ગુપ્તાએ એ કહ્યું છે કે ફરદીન ખાનની કમબેક ફિલ્મ થિયેટરોમાં નહીં પણ સીધી 2023માં OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે.
વિસ્ફોટક એ 2012ની વેનેઝુએલાની ફિલ્મ રોક, પેપર, સિઝર્સની સત્તાવાર રીમેક છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રિતેશ દેશમુખ પાયલોટનો રોલ કરી રહ્યો છે અને ફરદીન ખાન ફિલ્મમાં કિડનેપરની ભૂમિકામાં છે, જે રિતેશના પુત્રનું અપહરણ કરે છે. તે જ સમયે, એક ઇન્ટરવ્યુમાં ફરદીન ખાને કહ્યું હતું કે તે ડોંગરીના છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ દક્ષિણ મુંબઈ વિસ્તારમાં કરવામાં આવ્યું છે હવે ફઇલ્મની પુરી સ્ટોરી તો ટ્રેલર રિલીઝ થયા બાદ જાણી શકાશે અને ફિલ્મ જોવા માટે એક વર્ષની લાંબી રાહ જોવી પડશે.