- દેબિના-ગુરમીતએ કર્યુ પ્લાઝમા ડોનેટ
- કોરોના સંક્રમિત દર્દીઓને મળશે મદદ
- અન્ય લોકોને પણ કરી અપીલ
મુંબઈ: મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આ રેસમાં ટીવી સીરીયલ એક્ટર પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે.
દેબિના-ગુરમીત ચૌધરી કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા અને હવે તેઓએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનેટ કર્યુ છે. આ બાબતે તેઓએ માની રહ્યા છે કે, હાલ તમામ લોકોએ આગળ આવીને શક્ય એટલી મદદ કરવી જોઈએ. જે રીતે દેબિના-ગુરમીત ચૌધરી સ્થાનિક વિસ્તારમાં આવેલા ક્લિનિકમાં જઈને પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તે રીતે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોએ પણ પ્લાઝમાં ડોનેટ કરવુ જોઈએ તેવી તેમણે અપીલ કરી છે.
જો કે કોરોનાથી સ્વસ્થ થયેલા વ્યક્તિ 28 દિવસ બાદ પોતાના પ્લાઝમાને ડોનેટ કરી શકે છે અને તે પણ ત્યારે જ્યારે વ્યક્તિ પોતાને સંપૂર્ણ રીતે સ્વસ્થ સમજે ત્યારે.
હાલ સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયાને વધારે તેજ કરવાની તૈયારી ચાલી રહી છે અને લોકોને સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરે દેશમાં અચાનક આવીને હાહાકાર મચાવી દીધો છે.