- મનોજ બાજપેયીના પિતાની તબિયત નાજૂક
- એક્ટર કામ છોડીને પિતા પાસે પહોંચ્યા
મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતાની હાલત નાજુક જોવા મળી છે, ત્યારબાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનોજ બાજપેયી પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કેરળમાં કરી રહ્યા હતા.જ્આરે તેમને પિતાની તબિયત વિશે સમાચાર મળ્યા કે તેઓ શૂટિંગ બંધ કરી દીધું અને પરિવાર પાસે પહોંચી ગયા. મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત બાજપેયી છે અને તેમની ઉંમર આશરે 83 વર્ષ છે.
ઉલિલેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં પણ મનોજ બાજપેયીના પિતાની તબિયત લથડી હતી. તે સમયે પણ મનોજ પરિવાર સાથે મુંબઈથી તેના બિહારના ગામ પહોંચ્યો હતો.
તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે તેમના પિતાએ હંમેશા તેમને પહેલા અભ્યાસ પૂરો કરવાની સલાહ આપી હતી. મનોજે કહ્યું, ’18 વર્ષની ઉંમરે હું બિહારના એક ગામથી દિલ્હી આવ્યો. હું દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયો. ગ્રેજ્યુએશન પૂરું કર્યું જે મારા પિતાનું સ્વપ્ન હતું. તે ઇચ્છતા ન હતો કે હું મારો અભ્યાસ છોડી દઉં. હું ખરેખર તેના સપના પૂરા કરવા માંગતા હતા અને કોઈક રીતે મેં કોર્સ પૂરો કર્યો અને ડિગ્રી મેળવી.
મનોજ બાજપેયીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થયેલી તેમની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ માટે, તેમણે મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં બેસ્ટ પર્ફોર્મન્સ ઇન વેબ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો. તેમના પિતાની તબિયત વિશે તેમણે કોઈ નિવેદન હાલ આપ્યું નથી.