અભિનેતા મનોજ કુમારનો જન્મદિવસઃ ફિલ્મ ‘ફેશન’માં 80 વર્ષિય વ્યક્તિનો રોલ કર્યો હતો, સિનેજગતમાં ઘણી દેશભક્તિની ફિલ્મો આપી છે
- અભિનેતા મનોજ કુમારનો જન્મદિવસ
- 20 વર્ષની વયે બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યુ
દિલ્હીઃ બોલિવૂડમાં જાણીતા અભિનેતા બનેલા મનોજ કુમાર કોઈની ઓળખના મોહતાજ નથી ,આજે આ નામથી દરેક લોકો વાકેફ છે,તેમણે પોતાના શાનદાર અભિનયથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે,દેશભક્તિની ફિલ્મોમાં ઘણા રોલ નિભાવ્યા છે.
મનોજ કુમારનો જન્મ 1937માં થયો હતો માત્ર 20 વર્ષની વયે ફિલ્મ ફેશન ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી, જેને તેઓ પોતે જ પોતાની પ્રિય ફિલ્મ માને છે. મનોજ કુમારે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં પણ શાનદાર અભિનય કર્યો છે. તેમણે ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’ માં પ્રથમ વખત મેનરોલ પ્લે કર્યો હતો.
મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનનાં અબટાબાદમાં થયો હતો. ભાગલા બાદ તે તેમનાં પરિવાર સાથે ભારત આવ્યા હતાં. તેમનું સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. પણ આજે લોકો તેમને મનોજ કુમાર કે ભારત કુમારનાં નામથી ઓળખે છે. આજે તેઓ તેમનો 84મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. વો કૌન થી, હિમાલય કી ગોદ મે, ગુમનામ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડાં ઔર મકાન, શોર, ક્રાંતિ તેમની યાદગાર ફિલ્મો છે.
મનોજ કુમારને વર્ષ 1975માં ‘રોટી કપડા ઔર મકાન’ માટે તેમને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો , તો વર્ષ 1992માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનોજ કુમારે શશી ગોસ્વામી સાથે લગ્ન કર્યા છે તેમને બે પુત્રો પણ છે. મનોજ કુમાર માત્ર એક સારા અભિનેતા જ નથી પરંતુ તેમણે દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા તરીકે પણ સારુ કામ કર્યું છે,એક સમય હતો જ્યારે લોકો મનોજ કુમારને ‘ભરત કુમાર’ કહેવા લાગ્યા, તેની પાછળનું કારણ એ હતું કે મોટાભાગની ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભરત હતું.
મનોજ કુમારે ફિલ્મ ‘ફેશન’ થી શરૂઆત કરી હતી, જેમાં તેણે 80 વર્ષીય વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1965 માં, મનોજ કુમારે સ્વતંત્ર સેનાની ભગતસિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘શહીદ’ માં કામ કર્યું હતું, ત્યારબાદ તેમની છબી દેશભક્તની બની હતી.ઉલ્લેખનીય છે કે મનોજ કુમારને સાત વાર ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો.