1. Home
  2. ગુજરાતી
  3. દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈનાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ
દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈનાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ

દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈનાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ

0
Social Share
  • મહાદેવ ફેમ મોહિત રૈના કોરોના પોઝિટિવ
  • હોસ્પિટલમાં કરાયા દાખલ
  • મોહિતે હોસ્પિટલમાંથી શેર કર્યા ફોટો

મુંબઈઃ દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈના કોરોના વાયરસથી પોઝિટિવ જાણવા મળ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોહિતે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે.તેમણે બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં હોસ્પિટલનો બહારનો વ્યુ છે.તો બીજામાં તેના હાથમાં ડ્રીપ લાગેલી જોવા મળી છે.

મોહિતે લખ્યું, હું જેમ બહાર અને અંદર જોઉં છું,તો પ્રાર્થના કરું છું. પપ્પા હંમેશા કહે છે કે, પ્રાર્થના હંમેશા કામ કરે છે. હું તમામને વિનંતી  કરું છું કે, સુરક્ષિત રહો અને માનવતા માટે પ્રાર્થના કરો. છેલ્લા અઠવાડિયાએ  કોવિડ પોઝિટિવ આવ્યા બાદ હું ડોક્ટર્સના હાથોમાં સુરક્ષિત છું. દરરોજ હું ભાવનાઓને જોઉં છું. તે લોકોના લીધે આપણે સુરક્ષિત છીએ. થોડી વાર માટે પણ અંદર રહી શકીએ છીએ. જલ્દી તમને મળીશ.

મોહિત રૈના છેલ્લીવાર ફિલ્મ મિસેજ સીરીયલ કિલરમાં જોવા મળ્યા હતા. તે નેટફિલ્ક્સ પર રિલીઝ થયું હતું. તે વેબ સિરીઝ ભોકાલમાં પણ જોવા મળ્યા હતા. આ શો રીયલ લાઈફ કોપ પર આધારિત હતી. તેમાં મોહિતના કેરેક્ટરનું નામ નવીન હતું.

મોહિતને ટીવી શો દેવો કે દેવ મહાદેવથી પોપ્યુલેરિટી મળી હતી. આમાં તે મહાદેવના રોલમાં હતા. મોહિત રૈના ફિલ્મ ઉરીમાં પણ નજરે પડ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code