- એરપોર્ટ પર અભિનેત્રી નીના ગુપ્તાે થવું પડ્યું હેરાન
- વીડિયો શરે કરી આપવીતી જણાવી
મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ખૂબ જ જાણીતી અભિનેત્રી છે.. નીના સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતી પણ જોવા મળે છે. નીના ગુપ્તા રોજની લાઈફમાં બનતી ઘટનાઓને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
નીના ગુપ્તાનો હાલમાં એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હવાઈ મુસાફરી દરમિયાન તેની સાથે થયેલી સમસ્યા વિશે વાત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં, નીનાએ જણાવ્યું કે કેવી રીતે ચાલમેલના અભાવે એરપોર્ટ પર તેને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
https://www.instagram.com/neena_gupta/?utm_source=ig_embed&ig_rid=10cbb504-4c5e-4af6-b3aa-1d58860bd7bf
આ વીડિયોમાં નીના ગુપ્તા જણાવે છે કે, “હું એક વાત કહેવા માંગુ છું જે તમને લોકોએ યાદ રાખવી જોઈએ ભલે તમને બોર્ડિંગ પાસ ઓનલાઈન મળે, તો પણ હાર્ડ કોપી તમારી પાસે જ રાખજો . મેં તે નથી કર્યું એટલે હું અહીં લાઇનમાં ઊભી છું. તેણે પૂછ્યું કે તમારો બોર્ડિંગ પાસ ક્યાં છે? મેં કહ્યું અરે હું નથી લાવી હું ભૂલી ગય છું. જ્યારે હું બોર્ડિંગ પાસ લેવા પાછી ગઈ ત્યારે તેણે કહ્યું કે તમારા ફોનમાં જે બોર્ડિંગ પાસ છે તે જ કામ કરે છે. પછી હું આવી અને લાઇનમાં ઊભો રહી, તેથી તેઓએ ફરીથી બોર્ડિંગ પાસ માંગ્યો. તેણે કહ્યું કે તે તેના વગર જવા દેશે નહીં.
આ પછી અભિનેત્રીનું કહેવું છે કે તેને સંચાલન પર ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ તે કંઈ બોલી નહીં. અંતે નીના ગુપ્તાએ કહ્યું કે મારો અનુભવ કહી રહ્યો છે કે આપણે હવેથી હાર્ડ કોપી સાથે રાખવી જોઈએ. નીના ગુપ્તાની આ પોસ્ટ પર, જ્યાં કેટલાક લોકો એરપોર્ટ પર આવી સમસ્યાઓ પર સહમત થઈ રહ્યા છે. તો કેટલાક લોકોએ તેમને આવો વીડિયો ન બવાવો જોઈએ એવી પણ સલાહો આપી છે.