અભિનેતા પકંજ ત્રિપાઠીએ માલદીવને બદલે પરિવાર સાથે અયોધ્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી
મુંબઈઃ માલદીવમાં વિવાદને લઈને બોલિવૂડના તમામ સેલેબ્રિટીસ પણ પીએમ મોદીને સંપૂર્ણ સપોર્ટ કરી રહયા છે. ઘણા સેલેબ્રિટીસ આ મામલામાં પોતોનો અભિપ્રાય આપી રહ્યા છે. અને ઘણા સ્ટાર્સ લોકોને માલદીવનો બહિષ્કાર કરવા અને વેકેશન માટે લક્ષદ્વીપ જવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ માલદિવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
પંકજ ત્રિપાઠીએ માલદીવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે માલદીવની યાત્રાને લઈ પ્રશ્નો કર્યા હતા, તેના જવાબમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, લોકો સોશિયલ મીડિયા પર દેખાવો કરવા માટે માલદીવને પસંદ કરે છે. આ પછી તેને ભારતમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પોતોનું સમર્થન આપ્યું, અને સાથે પંકજે લક્ષદ્વીપ અને અયોધ્યા જવા માટે હિમાયત કરી. તેમને પોતાના બાળકોને ભારતમાં વિવિધ સ્થળોએ ફરવા પ્રોત્સાહિત કર્યા છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા અંગે પંકજે ખુલાસો કર્યો કે, તેમને આમંત્રણ મળ્યું નથી. તેમણે વર્તમાન ભીડને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી. પંકડ ત્રિપાઠીએ પરિવાર સાથે રામ મંદિરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભલે તે 22 જાન્યુઆરીએ ભવ્ય અભિષેક કાર્યક્રમમાં આમંત્રિત હસ્તીઓમાં નથી.
પંકજ ત્રિપાઠીના કામની વાત કરીએ તો પાછલા વર્ષે એક્ટરની બે ફિલ્મો ઓએમજી2 અને ફુકરે3 રલીઝ થઈ હતી. બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ઓટીટી પર પણ એક્ટરને કડકસિંહ તરફથી ઘણી પ્રશંસા મળી હતી