અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે બનાવ્યા પોતાના નેશનલ આઈકોન
દિલ્હી:ઓટીટી પર અનેક વેબ સિરીઝ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે તેના રાષ્ટ્રીય આઇકોન બનાવવાનો નિર્ણય લીધો છે.ECના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે આ જાહેરાત કરી હતી.
મતદાનની ટકાવારી વધારવા અને 100 ટકા વોટિંગ માટે પ્રચાર કરવા માટે ચૂંટણી પંચ પ્રખ્યાત હસ્તીઓને નેશનલ આઈકોન અથવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. 2014માં ચૂંટણી પંચે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જો કે, ત્યાં સુધી પૂજારાએ પોતે એક પણ વાર મતદાન કર્યું ન હતું.યુવા ક્રિકેટરે કહ્યું હતું કે વ્યસ્ત ક્રિકેટ શિડ્યુલને કારણે મને હજુ સુધી વોટ કરવાનો સમય મળ્યો નથી, પરંતુ ભવિષ્યમાં હું વોટ કરવાનો પ્રયાસ કરીશ.
ચૂંટણી પંચે આ જ રીતે મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો, જોકે તે પોતે મેચમાં વ્યસ્ત હોવાને કારણે લોકસભા ચૂંટણીમાં વોટ આપી શક્યો ન હતો.
કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે જ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે.આ માટે કમિશને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.આ તમામ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન અને 6 નવેમ્બરે મતગણતરી થશે.