Site icon Revoi.in

અભિનેતા પવન મલ્હોત્રાનો જન્મદિવસ, દૂરદર્શનના આ શોથી મળી સફળતા

Social Share

મુંબઈ : બ્લેક ફ્રાઇડે, ડોન, ભાગ મિલ્ખા ભાગ અને રુસ્તમ જેવી ફિલ્મોમાં પોતાની નાયબ એક્ટિંગ રજૂ કરનાર અભિનેતા પવન રાજ મલ્હોત્રા ચાહકોના દિલ પર રાજ કરે છે.ત્યારે આજે પવન મલ્હોત્રાનો જન્મદિવસ છે.

પ્રખ્યાત અભિનેતા પવન મલ્હોત્રાનો જન્મ 2 જુલાઈ 1958 માં દિલ્હીમાં થયો હતો. અભિનેતાના જન્મદિવસ પર અમે તમને તેની સાથે સંબંધિત કેટલીક રસપ્રદ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ.

પવન રાજ મલ્હોત્રાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભિનેતાને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો.તેના અભ્યાસ પછી જ અભિનેતા દિલ્હીના થિયેટરમાં જોડાયા. થિયેટર કરતી વખતે તેને તેની પ્રથમ સિરિયલ મળી હતી.

1986 માં અભિનેતાને તેનો પ્રથમ શો દૂરદર્શનમાં મળ્યો. આ સિરિયલનું નામ હતું ‘નુક્કડ’. આ શોમાં તે સઈદની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે અભિનેતાના પિતા ઇચ્છતા હતા કે તે બિઝનેસમાં કારકિર્દી બનાવે, પરંતુ તે હંમેશાં અભિનયને તેમનું દરેક કામ માનતો. અભિનેતા નક્કડ સિવાય મનોરંજન, યે જો હૈ જિંદગી, માલાબાર હિલ્સ, ઇન્તેઝાર જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યો છે.

પવને 1984 માં ‘અબ આયેગા મઝા’થી ફિલ્મની શરૂઆત કરી હતી. આ પછી ફિલ્મોમાં કામ શરૂ થયું. પવનને 1985 માં ખામોશ અને 1989 માં બાઘ બહાદુર જેવી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોમાં વિશેષ માન્યતા મળી.