અભિનેતા રાજકુમાર રાવને ચૂંટણી પંચ નેશનલ આઈકન બનાવશે, સત્તાવાર જાહેરાત આવતીકાલે થશે
દિલ્હીઃ આગામી મહિનામાં વિઘાનસભાની 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી આયોગ દ્રારા એભિનેતા રાજકુમાર રાવને ચૂંટણી આઈકોન બનાવાની તૈયારી કરી રહી છએ અને આ માટે આવતીકાલે સત્તાવાર રીતે ચૂંટણી કમિશન તેની જાહેરાત પણ કરશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજકુમાર રાવ એક એવો અભિનેતા છે જેને જ્યારે પણ કોઈ ભૂમિકા આપવામાં આવે છે ત્યારે તેમાં ફીટ બેસે છે ત્યારે હવે તેમને વોટની અપીલ કરતા રિયલ પાત્રામાં દેશની જનતા જોઈ શકશે, રાજકુમાર રાવ ટૂંક સમયમાં લોકોને વોટ કરવાની અપીલ કરતા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી સંસ્થાએ જણાવ્યું હતું કે ગુરુવારે આ સંદર્ભે ઔપચારિક સમારોહનું આયોજન કરવામાં આવશે. આ મહિને ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ભારતના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 161 મિલિયનથી વધુ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે.
ચૂંટણી પંચે તેની જાહેરાતમાં કહ્યું કે મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. 90 સભ્યોની વિધાનસભા ધરાવતા છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને તેલંગાણામાં અનુક્રમે 17 અને 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે. રાજસ્થાનમાં અગાઉ 23મી નવેમ્બરે મતદાન થવાનું હતું, હવે 25મી નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.