એક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં રિયાલીટી ટીવી શો ને હોસ્ટ કરતા જોવા મળશે, મુંબઈના સ્ટૂડિયોમાં શૂટિંગ વખતે કેમેરામાં થયા કેદ
- રણવીર સિંહ કામ પર પરત ફ્રર્યા
- લોકડાઉન બાદ સ્થિતિ સામાન્ય થતા શૂટિંગ શરુ કર્યું
મુંબઈઃ- દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા અનેક પાબંધિઓ લગાવવામાં આવી હતી જેની અસર મનોરંજન જગત પર જોવા મળી હતી,કોરોનાની સ્થિતિ સામાન્ય થતા અને સ્ટાર્સ પોતાના કામ પર પરત ફરી રહ્યા છે .તો હવે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ મુંબઈના એક સ્ટૂટિયોમાં શૂટિંગ માટે રેડી થયેલા લૂકમાં કેમેરામાં કેદ થયા છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે એક્ટર રણવીર સિંહ એક ટીવી ચેનલના શોનું શૂટિંગ કરી રહ્યા છે, જે શઓ આવતા મહિને કલર્સ ચેનલ પર પ્રસારિત થનાર છે,સિત્રો પાસેથી મળતી માબહિતી પ્રમાણે કલર્સ પર શરુ થતા ઓ શોનું જ રણવીર શૂટિંગ કરી રહ્યા છે,તેઓ પોતાની કારમાંથી ઉતરીને સ્ટૂડિયોમાં જતા જોવા મળ્યા છે.જો કે આ શૂટિંગ મામલે કોઈ સત્તાવાર નિવેદન ચેનલ કે એક્ટર તરફથી જારી કરાયું નથી.
જોકે, રણવીર સિંહની ટીમે આ વિશે માત્ર એટલું જ કહી રહી છે કે તે એક મોટા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે, જેના વિશે કોઈને કઈજ જાણકારી નથી, સોમવારે શરૂ થયેલા શૂટિંગમાં રણવીર ખૂબ જ મહેનત કરતો જોવા મળ્યો હતો. આ શો કલર્સ ચેનલનો છે અને ચેનલ મેનેજમેંટે તાજેતરમાં આ અંગે અભિનેતા રણવીર સિંહ સાથે લાંબા સમયથી વાતચીત કરી છે.
વિતેલા મહિનામાં એક મીડિયા રિપોર્ટમાં જાણકારી મળી હતી કે રણવીરસિંહ કલર્સ ચેનલ પર ગેમ શો હોસ્ટ કરવા માટે સંમત થયા છે. આ સિરીઝનું નામ છે ‘ન્યૂ બિગ રિયાલિટી સિરીઝ’ અને નાના પડદે હોસ્ટ તરીકે રણવીર સિંહનો આ પહેલો શો હશે. એક મહિના પછી શો શરૂ થવાનો છે જેનું હાલ શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે. આ શો સ્પર્ધકોનું સામાન્ય નોલેજનું પરીક્ષણ કરાશે ,આ શો માં હોસ્ટ તેના સ્પર્ધકોને કેટલાક ફોટો બતાવશે. 12 રાઉન્ડના આ શોના વિજેતાને 5 કરોડનું ઇનામ મળવા જઈ રહ્યું છે. શોમાં લાઇફ લાઈન પણ હશે અને સ્પર્ધકોને પ્રશ્નોના જવાબો આપવા માટે કોઈ અન્ય રીતે મદદ કરવામાં આવશે.