Site icon Revoi.in

અભિનેતા સલમાન ફરી મદદે આવ્યાઃ-  પિતાની છત્રછાયા ગુમાવનાર 18 વર્ષના વિદ્યાર્થીના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવશે

Social Share

મુંબઈઃ- સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ રાધેને લઈને ખૂબ ચર્ચામાં છે, જો કે આ સિવાય પણ તે સામાજદિક કાર્ય કરીને હાઈલાઈટમાં રહે છે,તેમના કામની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભૂતકાળમાં સલમાને મુંબઈના ફ્રન્ટલાઈન કામદારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. આ સાથે જ સલમાન ફરી એકવાર મદદ માટે આગળ આવ્યો છે. અભિનેતા સલમાન ખાને 18 વર્ષના એક કિશોરને ભણવામાં મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ બાળકના પિતાનું કોરોનામાં નિધન થયું છે તો તેની જવાબદારી સલમાન ખાન ઉઠાવી રહ્યા છે.

આ સમગ્ર બાબતની માહિતી યુથ આર્મીના નેતા રાહુલ એસ. કનાલે તેમના ટ્વિટ દ્વારા આપી હતી. પોતાના ટ્વિટમાં તેણે એક ન્યુઝ પેપરની કટીંગ શેર કરી છે, જેમાં સલમાન 18 વર્ષના સાયન્સના વિદ્યાર્થીને આર્થિક મદદ કરી રહ્યા છે અને તેની તમામ જરૂરિયાતો પણ પૂરી કરી છે જે તેના આગળના અભ્યાસમાં પણ તેને મદદરૂપ થશે.

કે રાહુલ એસ. કનાલ હાલમાં સલમાન સાથે કામ કરી રહ્યો છે. તેણે વધુમાં માહિતી આપી છે કે,સલમાન ખાન પોતાના લોકોની મદદ માટે આખા પરિવાર સાથે રોકાયો છે. તેમણે તેમની ટીમને સૂચના આપી છે કે જે લોકો મદદ માંગી રહ્યા  છે તેઓને નિરાશ ન કરો, શક્ય હોય તેટલી મદદ કરો.

ઉલ્લેખનીય છે કે.સમગ્ર દેશમાં મહામારી ચાલી રહી છે તો અનેક લોકો મદદ કરવા આગળ આવી રહ્યા છે,આવી સ્થિતિમાં સોનુ સૂદ સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે મદદનો હાથ વધાર્યો છે. આ સાથે જ લોકોને મદદ કરવામાં સલમાન ખાન પણ પાછળ રહ્યો નથી. તેણે ‘બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન’ અને ‘આઈ લવ મુંબઇ’ નામની એનજીઓ સાથે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટેનું કામ કર્યું છે. આ સિવાય, તે પ્લાઝ્મા, ઓક્સિજનને પણ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.