Site icon Revoi.in

ફિલ્મ ‘રાઘે’ની બૂરાઈ કરવી કેઆરકેને મોંધી પડી- અભિનેતા સલમાન ખાને માનહાનિનો કેસ દાખલ કર્યો

Social Share

મુંબઈઃ- ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ને દર્શકો અને વિવેચકો પાસેથી મિક્સ પ્રતિક્રીયાઓ મળી  રહી છે. જોકે, આંકડા મુજબ, ફક્ત ભારતમાં આ ફિલ્મે પહેલા દિવસે જ 108 કરોડથી પણ વધુની કમાણી કરી હતી. દેશમાં જોવા મળતી સલમાન ખાનની અનેક ફિલ્મમાંથી આ સૌથી મોટું ઓપનિંગ છે

. ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ પણ દેશમાં ‘પેપર વ્યૂ’ દ્વારા ફિલ્મોના પ્રકાશન પર સફળતાની મહોર લગાવી છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મના કારણે સલમાન ખાનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. રાધે વિશે હજી કેટલા મીમ્સ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા અને આજે પણ એ શીલસીલો તાવત જોવા મળી રહ્યો છે.

કેઆરકેએ ટ્વિટ પર આ સમાચારની માહિતી આપી છે. કેઆરકેએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ‘રાધેની સમીક્ષા માટે સલમાન ખાને મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હવે હું સલમાન ખાનની કોઈ પણ ફિલ્મનો રિવ્યૂ નહી કરું.

કેઆરકેએ તેની આગામી ટવિટમાં લખ્યું છે કે, ‘મેં ઘણી વાર કહ્યું છે કે જો કોઈ નિર્માતા કે અભિનેતા ના પાડી દે તો હું તેમની ફિલ્મની સમીક્ષા કરીશ નહીં. સલમાન ખાને રાધે માટે માનહાનિનો કેસ દાખલ કર્યો છે, એટલે કે મારી સમીક્ષાથી તેમને ખૂબ જ દુઃખ થયું છે. તેથી, હવે હું તેની ફિલ્મની સમીક્ષા ક્યારેય નહીં કરું. મારી છેલ્લી વિડિઓ આજે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ છેલ્લા બે વર્ષમાં રિલીઝ થનારી સલમાન ખાનની પહેલી ફિલ્મ છે. સલમાન ખાનની આ રિલીઝ લાઇન પહેલા ત્રણ ફિલ્મ ‘રેસ 3’, ‘ભારત’ અને ‘દબંગ 3’ માં તેના ચાહકો સલમાન ખાનની એક જેવી જ સ્ટાઈલ જોવા મળી હોવાની ફરીયાદ કરતા  હતા. પ્રભુ દેવા ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મના ડાયરેક્ટર છે. રાધે એ સલમાન ખાન જેવા સુપરસ્ટારની પહેલી ફિલ્મ છે જેણે ભારતમાં કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર સીધી રિલીઝ કરવામાં આવી હતી.

સલમાન ખાને ફિલ્મ ‘વોન્ટેડ’ માં અન્ડરકવર કોપ રાધેનો રોલ કર્યો હતો અને આ ફિલ્મમાં પણ તેમણે એજ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડાની સાથે સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે.