- અભિનેતા સંજય દત્તને ફેફસાનું કેન્સર
- થોડા દિવસ પહેલા જ કેન્સરની થઈ હતી જાણ
- વિતેલી કાલે તેઓ મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા
- પત્ની માન્યતાએ લોકોને તેમના કેન્સર સ્ટેજનું અનુમાન ન લગાવાવ કહ્યું
- પત્નીએ સંજુબાબના ચાહક લોકોનો આભાર વ્યક્ત કર્યો
બોલિવૂડ અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી ફેંફસાના કેન્સરથી પીડાઈ રહ્યા છે, આ બિમારી અંગે થોડા દિવસ અગાઉ જ તેમને જાણ થઈ હતી, જો કે ત્યાર બાદ એવા સમાચાર મળી આવ્યા હતા કે તેઓ પોતાની સારવાર માટે યૂએસ જશે, પરંતુ વિઝા મળવામાં પડતી મુશ્કેલીના કારણે તેઓ જઈ શકે તેમ નહોતા,અને તેઓ હાલ કેન્સરના થર્ડ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે તેઓ વિતેલા દિવસે મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયા છે.
આ સમગ્ર બાબતે સંજય દત્તની પત્નિએ કહ્યું હતું કે, સંજય દત્ત તેમની શરુઆતની સારવાર હવે નુંબઈમાં જ લેશે, હાલ કોરોના મહામારીના કારણએ બહાર જવું યોગ્ય નહોતું જેથી હાલ સંજય દત્ત મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ડોક્ટરની નજર હેઠળ સારવાર લઈ રહ્યા છે,કોવિડ-19ની સ્થિતિ સુધારતા સારવાર માટે બહાર જઈશું
માન્યતાએ વધુમાં કહ્યું હતું કે, સંજુને મળી રહેલા પ્રેમ માટચે હું તેમના તમામ પ્રસંશકોનો આભાર માનું છું , દરેક શુભચિંતકોનો હું ખરા હ્દયથી આભાર વ્ય.ક્ત કરુ છું,આ સાથે જ હું તમામને અનુરોધ કરું છું કે તેમની બિમારી અંગેના તબક્કા પર અનુમાન ન લગાવો, જોક્ટરને તેમનું કાર્ય। કરવા દો, અમે તેમના સ્વાલસ્થ્યને લગતી અપડેટ તમને આપતા રહીશું
ઉલ્લેખનીય છે કે, માન્યતા લોકડાઉન બાદ બહારના દેશમાં હોવાથી ત્.યાજ ફસાઈ હતી જેથી જ્યારે સંજુની આ બિમારીની જાણ થી ત્યારે તે તેના પતિ સંજય દત્ત સાથે નહોતી ,પરંતુ આ કેન્સરની જાણ થતા તેઓ મુંબઈ પરત ફરી હતી પરંતુ તેઓ આઉટ ઓફ ઈન્ડિયાથી આવ્યા હોવાને લઈને હોમ ક્વોરોન્ટાઈનો પીરિયડ પુરો કરી રહ્યા છે, જેથી તેઓ સંજય દત્ત સાથે હોસ્પિટલમાં જઈ શકી નહોતી, જો કે સંજય દત્તના પરિવારમાંથી તેના સાથે હોસ્પિટલમાં તેની બહેન જોવા મળી હતી.
સાહીન-