- સંજય દત્તે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
- સંજયે ટ્વિટર પર શેર કરી પોતાની તસવીર
- સંજય પહેલા ઘણા સ્ટાર્સએ લીધી વેક્સીન
મુંબઈ: બોલિવુડ સ્ટાર સંજય દત્તે મંગળવારે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. 61 વર્ષીય અભિનેતાએ ટ્વિટર પર પોતાની એક તસવીર શેર કરી છે.જેમાં તેઓ વેક્સીન લગાવી રહ્યા છે. તસવીર શેર કરતા સંજય દત્તે ટ્વિટ કર્યું કે, બીકેસી વેક્સીન સેંટરમાં આજે કોવિડ -19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો. હું ડોક્ટર ડેરે અને તેની આખી ટીમને શાનદાર કામ કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું. મને તેના અને તેની મહેનત માટે ખૂબ પ્રેમ અને આદર છે. જય હિન્દ! ‘
ગયા વર્ષે સંજય દત્તને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેમને તેની સારવાર કરાવી હતી. ઓક્ટોબર 2020માં સંજય દત્તે તેના ચાહકોને જાણ કરી કે તે કેન્સર ફ્રી થઇ ગયા છે. કેન્સર મુક્ત બન્યાના લગભગ એક મહિના પછી અભિનેતાએ ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું. સંજય દત્તે ‘કેજીએફ: ચેપ્ટર 2’ માટે શૂટ કર્યું. આ એક કન્નડ ફિલ્મ છે. દત્ત આ ફિલ્મ દ્વારા કન્નડ ફિલ્મોમાં પ્રવેશ કરી રહ્યા છે.
સંજય દત્ત પહેલાં ઘણા સ્ટાર્સએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. આ સ્ટાર્સમાં ધર્મેન્દ્ર, હેમા માલિની, મોહનલાલ, પરેશ રાવલ, જીતેન્દ્ર, કમલ હાસન, નાગાર્જુન, અનુપમ ખેર, સતિષ શાહ, નીના ગુપ્તા, રાકેશ રોશન અને જોની લિવર સામેલ છે.
-દેવાંશી