અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસઃ એક નજર બોલિવૂડના ‘નાયક’ થી લઈને ‘ખલનાયક’ બનવાની સફર પર
- સંજય દત્તનો 62 મો જન્મદિવસ
- મુન્નાભાઈ અને સંજુબાબાથી બન્યા જાણીતા
- બોલિવૂડમાં અનેક સુપરહીટ ફિલ્મો આપી છે
મુંબઈઃ બોલિવૂડમાં ‘મુન્નાભાઇ’ અને ‘સંજ્જુ બાબા’થી ફેમસ બનેલા અભિનેતા સંજય દત્ત આજે 29 જુલાઈના રોજ પોતાનો 62 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુનીલ દત્ત અને નરગિસના પુત્ર સંજય દત્તનું જીવન કોઈ ફિલ્મ કહાનિથી કમ નથી, અનેક વાતોમાં તે વિવાદમાં સપડાયા છે. ક્યારેક પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાંતો ક્યારેક તેમના પર લાગેલા આરોપને લઈને તેઓ ખબરોમાં રહ્યા છે.તેમના જન્મ દિવસે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
સંજય દત્તના પિતા સુનીલ દત્તને તેની માતા નરગીસ ‘એલ્વિસ પ્રેસ્લી’ કહેતી હતી. ઘણીવાર બંનેએ ‘પ્રેસ્લી’ જુનિયરના વિશ્વમાં આવવાનું સ્વપ્ન જોયું હતું. તે દિવસ 29 જુલાઈ, 1959 ના રોજ આવ્યો, જ્યારે નરગીસે સંજય દત્તને જન્મ આપ્યો. જોકે રસપ્રદ બાબત એ છે કે સંજય દત્તનું નામ સુનીલ દત્ત અને નરગીસે રાખ્યું ન હતું. તેનું નામ ક્રાઉડસોર્સિંગ દ્વારા રાખવામાં આવ્યું હતું.
મેગેઝિનના વાંચકોએ રાખ્યું હતું ‘સંજય’ નામ
મીડિયા રિપોર્ટ મુજબ, તે યુગની પ્રખ્યાત ફિલ્મ અને સંસ્કૃતિ સામયિક ‘શમા’ ના નવેમ્બર 1959 ના અંકમાં, વાચકોને દત્ત પરિવારના બાળકનું નામ સૂચવવા કહ્યું હતું. આના પર, સેંકડો વાચકોએ સુનિલ દત્ત – નરગિસના પુત્ર માટે તેમના તરફથી નામો સૂચવ્યાં હતાં. આમાંના એક વાચકે સંજય કુમાર નામ સૂચવ્યું. આ નામ સુનીલ દત્ત અને નરગિસને ગમ્યું અને ત્યારબાદ તેમના પુત્રનું નામ સંજય દત્ત રાખવામાં આવ્યું.
સંજય દત્તની પર્સનલ લાઇફ વિશે તેની ફિલ્મો કરતા વધારે ચર્ચાઓ થઈ રહી છે. તમને યાદ હશે કે જ્યારે સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ રિલીઝ થવાની હતી ત્યારે તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પરથી પરદો ઉઠાવ્યો હચો અને બધાને ચોંકાવી દીધા હતા. પોતાના ખુલાસામાં ખુદ સંજયે કહ્યું હતું કે તેનો સંબંધ લગભગ 308 છોકરીઓ સાથે રહ્યો છે.
ટિના મુનીમ થી લઈને માધુરી સાથે જોડાઈ ચૂક્યું છે નામ
જો કે સંજય દત્તે તે ગર્લફ્રેન્ડના નામ જાહેર કર્યા નથી. જેની શરૂઆત સંજય અને ટીના મુનિમના અફેરથી થઈ હતી. સંજયનું નામ અભિનેત્રી માધુરી દીક્ષિત, રેખા અને ઘણા વધુ લોકો સાથે જોડાયું હતું
પહેલી પત્ની રિચા શર્માએ 1996માં દુનિયામાંથી લીધી હતી વિદાઈ
સંજય તેની પહેલી પત્નિ રિચા શર્માને એકજ વાર માં દીલ લગાવી બેઠા હતા.પરંતુ સંજુએ રિચાને મેળવવા માટે ઘણાં પાપડ વણવા પડ્યાં. આખરે પ્રેમ રંગ લાવ્યો અને રિચા સંજય દત્ત સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ અને 1987 માં રિચા અને સંજયે લગ્ન કર્યા,પરંતુ આ લગ્નમાં પણ નસીબે સંજયને સાથ ન આપ્યો. બ્રેઈન ટ્યૂમરના કારણે રિચાએ 10 ડિસેમ્બર 1996 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું
બોમ્બ વિસ્ફોટનો લાગ્યો હતો આરોપ
જ્યાં એક તરફ સંજય બોલીવુડમાં ખ્યાતી પ્રાપ્ત કરી રહ્યાં હતા, ત્યારે 12 માર્ચ 1993ના બોમ્બ વિસ્ફોટો થી સમગ્ર મુંબઈ ધ્રુજી ઉઠી હતી. 250થી વધુ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા, સમગ્ર દેશ રડી રહ્યું હતુ, તેજ સમયે સંજય દત્તની ધરપકડથી સમગ્ર દેશ ચોંકી ઉઠ્યું હતુ.
બોલિવૂડમાં ફિલ્મ રોકીથી કરી એન્ટ્રી
સંજય દત્તે 1981માં ફિલ્મ રોકીથી પોતાના બોલિવૂડ કેરિયરની શરૂઆત કરી હતી, ત્યાર બાદ દર વર્ષે તેમની 2થી 3 ફિલ્મો રિલીઝ થતી હતી. 90ના દાયકામાં સંજય બોક્સ ઓફિસ પર રાજ કરવા લાગ્યા હતા, તેમના લાખો ફેન્સ તેમની પાછળ દીવાના હતા.તેની હેરસ્ટાઈલથી લઈને તેમના કપડાની સ્ટાઈલ તેમના ફેન્સ ફોલો કરતા હતા.
માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે.
સંજયે 1998 માં મોડેલ રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા. સંજયના બીજા લગ્ન માત્ર સાત વર્ષ ચાલ્યા અને 2005 માં તે રિયાથી અલગ થઈ ગયો. સમય પસાર થયો અને 2008 માં સંજયે ત્રીજી વાર લગ્ન કર્યા સંજય દત્તે બે વર્ષથી પોતાના પ્રેમસંબંધને છુપાવીને મુંબઇના એક એપાર્ટમેન્ટમાં માન્યતા સાથે લગ્ન કર્યા. તેમના સફળ લગ્ન જીવનમાં તેમને બે બાળકો પણ છે.