શાહરુખ ખાનની બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ‘પઠાણ’ હવે આવતી કાલથી ઓટીટી પર મચાવશે ધમાલ
- ફિલ્મ પઠાણ 22 માર્ચે ઓટીટી પર જોવા મળશે
- કટ થયેલા સીન ઓટીટી પર દર્શાવવામાં આવશે
મુંબઈઃ- એભિનેતા શાહરુખ ખાન, જ્હોન અબ્રાહ્મ અને દિપીકા પાદુકોણની ફિલ્મ પઠાણે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી છે અને ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે માત્ર ભઆરતમાં જ નહી વિદેશમાં પણ આ ફિલ્મને ઘણો પ્રેમ મળ્યો છએ ત્યારે હવે આ ફિલ્મ આવતી કાલથી એટલે કે 22 માર્ચેથી ઓટીટી પર આવી રહી છે
જાણકારી પ્રમાણે શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ આવતીકાલે એટલે કે 22 માર્ચે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. 4 વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરતા શાહરૂર ખાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે પઠાણની રિલીઝને 2 મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ હજુ પણ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે અને કમાણી કરતી જ જઈ રહી છે.પણ જો કોઈએ આ ફઇલ્મ સિનેમાઘરોમાં જોઈ જ નથી તો તેઓ હવે ઘરબેઠા જોઈશ કશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની એક્શન થ્રિલર ફિલ્મ છે
ફિલ્મ પઠાણ 22 માર્ચે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ ફિલ્માં વિવાદને લઈને જે કાઢી નાખેલા દ્રશ્યો હતા તેની સાથે ફિલ્મ OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે. એટલે કે, તમે OTT પર પઠાણના તે દ્રશ્યો પણ જોઈ શકશો જે વિવાદ પછી સિનેમાઘરોમાં રિલીઝ થતા પહેલા સેન્સર બોર્ડ દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા.જો કે આ દ્ર્શ્યો સાથે તમનારે ફરી ફિલ્મ જોવી હોય તો ઓટીટી પર જોઈ શકો છો.