અવનવી ફેશનના દોરમાં એવરગ્રીન બની રહી છે કુર્તી ની ફેશન ,80-90 ના દાયકાથી લઈ આજદિન સુધી કુર્તી મહિલાઓનું કમ્ફર્ટ પરિધાન
કોટન કે જયોરઝોટ કે અન્ય મૅટ્રિયલ્સ હોય દરેકમાં કુર્તી આકર્ષક લાગે છે કુરતીઓ પહલના સમયમાં પ્લાઝૉ સાથે પહરવામાં આવતી હતી જોકે હવે કુર્તી સાથે લેગીસ જીન્સ સ્કર્ટ અનેક અવનવા બોટમવેર પહરી શકે છે જો કે કુર્તી એવરગ્રીન પરિધાન સાબિત થઈ છે
80 90 ના દાયકાથી લઈને આજે પણ હાઉસ વાઈફ થી લઈને ઓફિસમાં જોબ કરતી સ્ત્રીઓ માટે કુર્તી આ કમ્ફર્ટ પરિધાન છે સામાન્ય રીતે આપણાને હલકા ફોરા કપડા પહેરવાનું પસંદ કરીએ છીએ, જેમાં ખાસ કરીને કોટનની કુર્તીઓ ફેશનની સાથે સાથે આપણાને અનુકુળ પણ રહે છે, કોટનની લોંગથી લઈને શોર્ટ કુર્તીઓ એવરગ્રીન ફેશન છે, અનેક દાયકાઓથી કુર્તીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
કુર્તીઓ ગરમીમાં અનુકૂળ અને આરામદાયક રહેશે તેના વિશે વિચાર કરતા કોટન ડ્રેસીસને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. લોંગ કુર્તીઓ કોલેેજિયન યુવતીઓ, ઓફિસ જતી મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. તેમાં હવે અનેક કલર પ્રિન્ટ પણ જોવા મળે છે.
લોંગ સિમ્પલ કુર્તી – સામાન્ય રીતે કોટનના કપડાની લાંબી કુર્તી મહિલાઓને આકર્ષક લૂક તો આપુે જ છે પરંતુ તે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે છે,ખાસ કરીને ગરમીની સિઝનમાં કોટનની લાંબી કુર્તી સાથે પ્લાઝો પહેરવામાં ખૂબ જ અનુકુળ રહે છે.
કોટનનૂ અવનવી સ્ટાઈલીશ કુર્તીઓ
શોર્ટ કુર્તી – કોટનના કાપડની ઘુંટણ સુધીની નાની શોર્ટ કુર્તી પહેરવામાં અનુકુળ રહે છે તકો સાથે સાથે ગરમીમાં પણ રાહત મળે છે, આ સાથે જ કોટનની શોર્ટ કુર્તી પર કોટનનો લોંગ સ્કટ ખૂબ શુટ થાય છે, આ સાથે જ કોટનના સ્કર્ટથી ગરમીનો અનુભવ પણ નથી થતો.
ફ્રંટ ઓપન કુર્તી – કોટન લોંગ ડ્રેસીસમાં ફ્રંટ ઓપન ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપે છે. તેને કોટન પેન્ટ કે પ્લાઝોની સાથે પહેરી શકો છો. આ પ્રકારના ડ્રેસીસમાં આગળના ભાગમાં ઝીપ અથવા તો ડ્રેસીસમાં બટન્સ પણ લગાવેલા હોય છે, જેના કારણે ફીટીંગ પરફેક્ટ આવે છે.
એ લાઇન – કોટન લોંગ ડ્રેસીસમાં એ-લાઇન ડ્રેસીસ પણ સ્માર્ટ લુક આપે છે. આ ડ્રેસીસમાં તમારો બોડી શેપ પણ પરફેક્ટ દેખાય છે. જે મહિલાઓનો લોઅર બોડી પાર્ટ વધારે હોય તેમના માટે લોન્ગ એ લાઇન ડ્રેસીસ બેસ્ટ રહે છે
મેક્સી કોટન કુર્તી – લૂઝ, લોન્ગ કોટન મેક્સી ડ્રેસ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. તે કમર સુધી ફીટીંગવાળા હોય છે અને નીચેથી તદ્દન લૂઝ હોય છે. આ પહેરવેશ ફ્રોક ડ્રેસ ટાઇપ લુક આપે છે.
કોલર કુર્તી – કોલર સ્ટાઇલ વાળી કુર્તી ઓફસી વર્ક કરતી મહિલાઓની પહેલી પસંદગી છે. તેનાથી ડિસંટ લુક મળી રહેશે. જે તમારા ઓફિસ લુક માટે યોગ્ય રહેશે.
–